________________
-
~
~- -
^^^
વ્યાખ્યાન ચૌદમું
ચકવર્તી અને શક્રેન્દ્ર વગેરેને પદવી, અશ્વર્ય તથા ભોગથી જે સુખ ઉત્પન્ન થાય છે, તેથી અનંતગણું સુખ માણના વિષે સિદ્ધપરમાત્માઓને હેય છે અને તે સુખ કલેશ વગરનું અને અવિચલ હોય છે.
सुरगुणसुहं समत्तं सव्वद्धा पिंडिंअं अणंतगुणं । नय पावई मुत्ति सुह, अंताहिबग्गवहिं ॥
पनवणासूत्र ભાવાર્થ ચારે પ્રકારના દેવેનું ત્રણે કાળનું સમસ્ત સુખ ભેગુ કરવામાં આવે, અને તેને અનંતગણું કરવામાં આવે અને એને અનંતીવાર વગે કરવામાં આવે, આટલું ભેગુ થયેલું સુખ પણ મુક્તિના સુખને પહોંચી શકે નહિ.
नवि अस्थि माणुसाणं न सुक्खं नेव सचदेवाणं । जंसिद्धाणं सुक्खं अव्वाबाहं उगयाणं ॥
पन्नावणासुत्र દુનિયાના સમસ્ત મનુષ્યોને જે સુખ નથી અને જગતને સમસ્ત દેવેને જે સુખ નથી, તે સુખ અવ્યાબાધ પણાને પામેલા સિદ્ધ પરમાત્માઓને હોય છે.
इअ सिद्धाणं सोक्खं अगोवमं नस्थि तम्स ओवम्मं । किंच विसेसेणित्तो सारिक्खामिणं सुगह वोच्छं ॥
શ્રીમલયગિરિજી મહારાજ કૃત શ્રી આવશ્યક સૂવની વૃત્તિમાં ઉપર્યુક્ત કલોક રજૂ કરી એ બતાવવામાં આવ્યું છે કે-જગતમાં કોઈ એવી ઉપમેય વસ્તુ નથી કે જેની સાથે સિદ્ધ પરમાત્માના સુખને ઉપમાન આપી સમજાવી શકાય.