________________
રે
ધર્મ તત્વ પ્રકાશ
પેલે જન્મ કદી પણ છુટે થાય છે. એ જન્મ કેદીને સવાર થતાં જ જેલર દ્વારા ખબર આપવામાં આવે છે કે તમે આજથી કેદથી છૂટા છે, તમને છોડી મૂકવામાં આવે છે, તમે હવે સ્વતંત્ર છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. આ સાંભળતાં જ કેદી એકદમ કેદમાંથી બહાર નીકળે છે. કેદ માંથી છૂટો થતાં બહાર નીકળતાં એના આનંદની કઈ અવધિ નથી. ખૂશી ખૂશી થાય છે. હજી એને સ્નાન કર્યું નથી. વધેલા દાઢી મૂછ અને વાળની હજામત કરાવી નથી, કપડાં ફાટવા તૂટયા છે. છતાં એની ખૂશીને પાર નથી, જીંદગીમાં જે આનંદ અનુભવ્યા નહોતે તે અપૂર્વ અને અનુપમ આનંદ આજે એને થાય છે. અત્યારે એની પાસે કઈ પણ વિષયસુખના કે ગોપભેગનાં કઈ એવા સાધને નથી, નથી બાયડી, કરે કે ધન છતાં એને શાથી આનંદ થાય છે ? આથી સમજી શકાય છે કે બાહ્ય સુખપગના સાધન વિના પણ આત્માને આનંદ થાય છે. એ કેદી બહારના સુખના સાધના અભાવે પણ સુખી અને આનંદી જણાય છે. બોલે આ સુખ શેનું ? ભયંકર દુઃખથી મુક્ત થયે, કેદથી છૂટ. તેનો તેને આનંદ છે. તે શું મુક્તાત્માએ સંસારના દુઃખથી મુક્ત થયા તેને તેમને આનંદ છે? શું દુઃખાભાવનું નામ મુક્ત છે?
કેટલાકે એમ માને છે કે મુક્તિમાં દુખને અભાવ છે એજ સુખ છે. પણ એ માન્યતા બરાબર નથી, દુઃખના અભાવને જો સુખ માનવામાં આવે તે સુખને અભાવ એનું નામ દુઃખ એ વસ્તુ આવીને ઉભી રહેશે. એટલે સુખ અને દુઃખ જેવી