________________
ભvપાન પદરસ'
ણને દેખાય છે. જગતમાં અજવાળા અજવાળા પથરાય છે. એ પ્રકાશ પુંજને પ્રગટ થવામાં તેલ-દીવેલ દીવેટ કે કડીયા વિગેરે સાધનની જરૂર પડતી નથી, કારણ કે એ પ્રકાશ, એ. તેજ સૂર્યને રત્નનું સ્વાભાવિક છે, તેમ કર્મને ધ્વંસ થતાં સુખરૂપ સ્વાભાવિક ગુણ પિતાની મેળે પ્રગટ થાય છે અને તે અનુપમ સુખને અનુભવ સિદ્ધ પરમાત્માને સિદ્ધાવસ્થામાં યાને મુક્તિમાં પ્રત્યેક સમયે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ થાય છે, તેને જ અનુપમ અને પરમ સુખ કહેવામાં આવે છે.
એવા પરમપદે સ્થિત થયેલા પરમસુખને અનુભવ કર ના સિદ્ધ પરમાત્મા હોય છે. આ વિષય અત્યંત સૂક્ષ્મ છે, છતાં સક્ષમ બુદ્ધિથી વિચાર કરતાં સમજી શકાય તેમ છે અને શ્રદ્ધામાં પણ આવી શકે તેમ છે. આ વસ્તુ આપણા મગજમાં બરાબર બેસી જાય અને બરાબર ઠસી જાય તે સુખના અભિલાષી આત્માને મુક્તિના સુખની અભિલાષા જાગ્યા વિના રહે નહિ.
જ્યારે આ વિષય હદયમાં સચોટ બેસી જશે ત્યારે આત્માને મુક્તિને ઉત્કટ અભિલાષ જાગશે, મુક્તિમાર્ગની આરાધનામાં આત્મા અપ્રમત્તપણે તત્પર થશે અને ખૂબ સુંદર આરાધના કરીને થોડા જ ભવમાં મુક્તિધામમાં સીધાવશે.
આત્માને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવામાં આવે છે, તેને પણ એ જ અર્થ છે. સહજાનંદ સ્વરૂપ-હંમેશાં રહેનારે યાને શાશ્વત જ્ઞાનમય અને આનંદ સ્વરૂપ આત્મા છે. આત્માને ૧૪