________________
વ્યાખ્યાન પંદરમું
અને કેવળદર્શન પ્રગટ થયા પછી ક્યારે પણ એના વિનાશ થતું નથી પણ એ કાયમ રહે છે કેવળજ્ઞાન અને કેવળદર્શન એ આત્માના સ્વાભાવિક ગુણો છે અને તે ક્ષાયિક ભાવના છે. ક્ષાવિક ભાવથી આત્મામાં જે ગુણે પ્રગટ થાય છે તે આત્માને સ્વાભાવિક ગુણ હોય છે. અને તે ગુણ આત્મામાં સદાકાળ કાયમ રહેનાર હોય છે. તે ગુણને કયારે પણ વિનાશ થતો નથી તે ગુણ કદી પણ દબાતું નથી, અવરાતો નથી. એટલે આત્મામાં ક્ષાયિક ભાવના જે જે ગુણે પ્રગટ થયા છે તે કાયમ રહેનારા છે. તેવી જ રીતે જે આત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન જયારે પ્રગટ થાય છે તે પણ હંમેશ માટે-કાયમ રહે છે. કારણ કે ક્ષાયિક ભાવથી પ્રગટ થનારાં ગુણે તે આત્માના સ્વાભાવિક ગુણે છે, તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી કયારેય આત્મા અકેવળી થતું નથી. કાયમ માટે કેવળજ્ઞાની જ રહે છે. કેવળજ્ઞાન થયા પછી જ આત્માની મુક્તિ થાય છે, એ અનાદિકાળને નિયમ છે. એમાં ક્યારેય પણ ફરક પડતો નથી એટલે કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા પછી ચૌદમાં ગુણસ્થાને આરોહણ કરીને બાકી રહેલા સકળ કમનો વંસ કરીને આત્મા મોક્ષમાં જાય છે. બધાના માટે આ સરખો નિયમ છે. એમાં કોઈ દિવસ ફરક પડતો નથી. આમા કર્મ મુક્ત થાય એટલે સિદ્ધ પરમાત્મા કહેવાય. મુક્તિમાં ગયા પછી પણ, સિદ્ધ થયા પછી પણ હંમેશ માટે કેવળજ્ઞાન અને કેવળદર્શન કાયમ રહે છે. એટલે સિદ્ધ પરમાત્મા કેવળજ્ઞાન કેવળદર્શન દ્વારા પ્રત્યેક સમયે રૂપી અને અરૂપી તમામ પદાર્થોને જાણે છે અને જુએ છે.