________________
333====== માને વ્યાખ્યાન પંદરમું બાર
488EBE.BE884 સિદ્ધ પરમાત્માનું સુખ
આપણને જ્યારે જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે ઇન્દ્રિય દ્વારા થાય છે અથવા શબ્દો શ્રવણ કરીને જ્ઞાન થાય છે. મતલબ આપણને જ્ઞાન થવામાં કોઈપણ સાધનની જરૂર રહે છે. પણ આત્માને જ્યારે કેવળજ્ઞાન થાય છે ત્યારે કેવળ જ્ઞાનથી લોક અને અલકનું સંપૂર્ણ જ્ઞાન થાય છે, તેમજ કેવળ દર્શનથી લોક અને અલકનું સંપૂર્ણ દર્શન થાય છે. આ જ્ઞાનમાં યાને કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં ઈન્દ્રિય વિગેરે સાધનની જરૂર નથી રહેતી. એટલે જેમ સામાન્ય માણસને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ઈન્દ્રિયો વિ. સાધનની જરૂર હોય છે, પણ કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં કેઈપણ સાધનની જરૂર રહેતી નથી. તેવી જ રીતે દુન્યવી સુખને માટે બાહ્ય સાધનની જરૂર પડે છે. પણ આત્માના સુખને માટે બાહ્ય સાધનની જરૂર રહેતી નથી. આત્માનું સાચુ સુખ એ સ્વાભાવિક છે અને તે આત્મજન્ય છે, આત્મિક છે, આટલી સ્પષ્ટતા પછી હવે આપણે આગળ ચાલીશું
આત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન થયા પછી તે જ્ઞાન અને દર્શન દ્વારા તમામ પદાર્થો અને તેનું સંપૂર્ણ સ્વરૂપ પૂર્ણ રીતે પ્રત્યેક સમયે જાણે છે અને જુએ છે. કેવળજ્ઞાન