________________
MA
ભ્યાખ્યાન ચૌદમું
એક ભૂખ્યા માણસને ખૂબજ ભૂખ લાગી છે, ખાઉં ખાઉં કરી રહ્યો છે, આંખે અંધારા અને ચક્કર આવે છે તે વખતે કોઈ ઉદાર માણસ તેને સારું ભોજન આપે છે, તેથી તેને ખૂબ આનંદ થાય છે અને આનંદથી તે ભેજન આરોગી રહ્યો છે, તેટલામાં અચાનક ઉપરથી પસ્થર પડે છે અને એના માથામાં વાગે છે તે લોહી લુહાણ થાય છે અને તેથી તે ત્યાંથી દેડો પણ દેડતા દેડતા કાંટે વાગે. પત્થર અને કોટે વાગ્યાનું દુઃખ પણ છે અને ભજન મળ્યાને આનંદ પણ છે, આમ સુખ અને દુઃખ સાથે થાય છે. એટલે દુઃખને અભાવ એ સુખ અને સુખને અભાવ એ દુખ એ વાત, એ માન્યતા બરાબર મથી.
એટલું જરૂર છે કે દુઃખને, ઉપદ્રવને અને ભવિષ્યના ભયને અભાવ થતાં આત્માને જરૂર આનંદ થાય છે, સિદ્ધ પરમાત્માને કોઈ પણ જાતનું દુઃખ, કે ઈ પણ જાતને ઉપ દ્રવ કે કઈ પણ જાતનો ભય છે નહીં. ભવિષ્યમાં કદીય થવાને નથી એટલે સિદ્ધ પરમાત્માને હંમેશ માટે તમામ દુખોને અભાવ છે, છતાં સિદ્ધ પરમાત્માને દુઃખના અભાવરૂપ સુખ છે એમ નહિ, પણ સિદ્ધ પરમાત્માને મુક્તિમાં અજબ, અનુપમ, અજોડ, અલૌકિક અને અસાધારણ સુખ છે તે જુદુ જ છે. એટલે દુઃખને પૂર્ણ અભાવ પણ છે અને અનુપમ અનંત સુખને સદ્દભાવ પણ છે, તે કઈ રીતે અને કેનાથી છે, તે હવે આપણે સમજાવીશું.