________________
વ્યાખ્યાન અગ્યારમું શોભા રાજાના પગમાં પડી, સ્વામીનાથ ! ગમે તેવી તેય એ મારી બહેન છે. માટે એને મારશે નહિ એને માફી આપે. આરામશોભાના કહેવાથી રાજાએ બનાવટી આરામશોભાને છેડી મૂકી અને આરામશોભાના કહેવાથી તેની સાથે જ તેને રાખવામાં આવી. આરામશોભાની સજજનતાના દર્શન થતાં રાજાની ખૂશીનો પાર ન રહ્યો, મહારાજાને થયું કે આ કેવી સજજન છે અને આ કેવી દુર્જન છે. મહારાજાને એના માબાપ ઉપર ખૂબ રોષ ચઢ, આપેલા બાર ગામ પાછા લઈ લેવામાં આવ્યા અને એમનાં નાક-કાન કાપી નાંખવાને હૂકમ આપવામાં આવ્યું પણ આરામ શોભાએ કહ્યું, સ્વામીનાથ! ગમે તેવા તેય મારા મા બાપ છે, એમને ગુને માફ કરો અને એમના ઉપર દયા લાવે.
આરામશોભા ઉપર રાજાને અગાધ નેહ હતું તેથી એ લોકોને ગુને જાતે કર્યો અને આરામશોભાને પટરાણી પદે
સ્થાપન કરવામાં આવી તૌ સુખપૂર્વક સમય વ્યતીત કરી રહ્યા છે. હવે કોઈ જાતનું દુઃખ નથી અને કેઈ જાતની ઉપાધિ નથી. રાજા રાણી સૌ કોઈ આનંદ પ્રમોદમાં દિવસ વ્યતીત કરી રહ્યા છે,
તેટલામાં એક અતિશય જ્ઞાની ગુરુ મહારાજના પુનીત પગલાથી નગરી પાવન બની. રાજા-પ્રજા સૌ કોઈ જ્ઞાની ગુરુભગવંતની દેશના શ્રવણ કરવા એકત્રિત થયા. દેશનાના અંતે પટરાણ આરામશોભાએ ગુરુમહારાજને પ્રાર્થના કરી કે ગુરુદેવ! મેં પૂર્વે કઈ જાતનું પુણ્ય ઉપાર્જન કર્યું હશે, જેથી આપ આપ મને ઋદ્ધિ-સિદ્ધિ અહીં આવી મળી. દૈવી સહાય