________________
૧૬૪
ધર્મ તત્વ પ્રકાશ મને પણ તને જોઈને ખૂબ આનંદ થાય છે. મારી ઈચ્છા છે કે હું તારી સાથે પ્રીતિ બાંધુ ! પણ મને વિચાર આવ્યો કે તારે ત્યાં તે ઘણા માણસે આવતા હશે ! જેથી મને ખ્યાલ આવે કે તારી સાથે વધારેમાં વધારે પ્રેમવાળા કયા અને કેટલા છે? ઓછા પ્રેમવાળા કયા અને કેટલા છે! એ જાણ્યા પછી કયા દરજજામાં મારે આવવું! એ નક્કી કરી શકાય !
શેઠજીની વાત સાંભળીને વેશ્યા મનમાં વિચારે છે કેઆ શેઠજી મહાન ધનાઢય લાગે છે. આવી ધનાઢય વ્યક્તિ જે મારા ઉપર પ્રીતિવાળી થશે તે મને ધનને ઘણે લાભ થશે
આમ વિચારી લોભમાં ને લેભમાં ઉતાવળી થઈને વેશ્યાએ શેઠજીને કહ્યું શેઠજી! મારે ત્યાં આવનારાઓના મેં ત્રણ વર્ગ પાડયા છે. એક નંબર, બે નંબર અને ત્રણ નંબર એમ ત્રણ વર્ગમાં બધાને સમાવેશ થઈ જાય છે. પ્રથમ નંબરના ત્રણ પ્રેમીઓ છે, બીજા નંબરના ૧૩ છે અને ત્રીજા નંબરના પદ છે, હું તમને બધાના નામ બતાવું છું જે સાંભળીને તમને ઠીક લાગે તે નંબરમાં નામ લખાવજે.
આ પ્રમાણે વેશ્યાએ શેઠજીને વિગતવાર બધું સમજાવી વહી ખોલી અને પ્રથમના ત્રણ નંબરનું ખાતુ ખેલ્યું અને ત્રણ જણના નામ ઠામ બતાવ્યા. મુનિમજીએ તરત જ નેધ કરી લીધી, મુનિમજીના મનમાં હતું કે મારા શેઠનું નામ આ પ્રથમ નંબરના ખાતામાં હશે! પણ તે વાત સાવ બેટી પડી, કારણ કે ત્રણમાં શેઠનું નામ હતું જ નહિ. ત્યારબાદ વેશ્યાએ બીજા નંબરનો ચેપડે . જેમાં