________________
વ્યાખ્યાન તેરમું
શેઠજીએ મહેતાજી ઉપર ચીઠ્ઠીમાં લખ્યું હતું કે મહે તાજી! આ પાસલ મળે કે તરત જ વિના વિલંબે તમે આ હાર મારી પ્રાણપ્યારી વેશ્યાને મારા નામથી આપી દેજે, અને આવ્યા પછી જ પાણી પીજે.
મહેતાજી ઘણા જૂના હતા. વફાદાર હતા. પ્રમાણિક હતા અને શેઠના હિતેચ્છુ હતા શેઠજીને પત્ર વાંચીને મહેતાજીને શેઠજીને ભેળપણ પર જરા હસવું આવ્યું અને સહેજ આશ્ચર્ય પણ થયું. મહેતાજીએ વિચાર્યું કે. શેઠ કેવા ભેળા છે. વેશ્યાના માટે નવલાખ રૂપી આને હીરાને હાર અને ઘરની બૈરીને કંઇ જ નહિ! વેશ્યા તે પરાઈ છે, પૈસાની પૂજારણ છે.
ઠીક પણ મારે કંઈક અક્કલનો ઉપયોગ કરવો પડશે. અને શેઠજીનો હૂકમ પણ બજાવ પડશે એમ ધારીને મહેતાજીએ શેઠજીને જે કિંમતીમાં કિંમતી પોષાક હતો તે પિતે પહેર્યો અને બનીઠનીને જાણે મોટા શેઠ હોય એ ડાળ કરીને એક ખીસામાં હાર મૂકી અને બીજા ખીસામાં શેઠજીની ચીઠ્ઠી મૂકીને બે ઘડાની બગીમાં બેસીને મુખમાં પાન બીડુ ચાવતાં બે ચાર નોકરોને સાથે લઈને તેઓ વેશ્યાને ત્યાં પહોંચી ગયા,
વેશ્યા તે કઈ મહાન ધનાઢક્ય શેઠના નેતા પગલા પિતાના આંગણે થતાં જોઈ હસતી હસતી સંમુખ ગઈ અને પધારો પધારે એમ કહી વેશ્યાએ શેઠજીનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું, વેશ્યાએ શેઠજીને કહ્યું શેઠજી! તમને જોઈને મારૂં અંતર નાચી ઉઠે છે, ત્યારે શેઠ પણ કહેવા લાગ્યા કે