________________
૧૮૭
વ્યાખ્યાન ચૌદમું છે. એ મનમાં એમ પણ માનશે કે ધનમાં આનંદ છે, પણ ખરી રીતે ધનમાં આનંદ નથી. એ આનંદ કહે, સુખ કહો કે મજા કહે પણ તે કાલ્પનિક છે.
જ્યારે એ જ માણસ પાસે પાંચ લાખના વધીને ૧૦ લાખ થાય છે ત્યારે તેના આનંદનો કઈ અવધિ રહેતા નથી. ખૂશી ખૂશી થાય છે પણ બધા દિવસ કંઈ સરખા હોતા નથી. વ્યાપારમાં નુકશાની જાય છે, ભાગ્ય પલટાય છે, ધન ઓછું થવા લાગે છે ત્યારે તેને ખૂબ આઘાત થાય છે. ૧૦ લાખના ઘટી ઘટીને પાછા પાંચ લાખમાં આવે છે ત્યારે તે પોક મૂકીને રડવા માંડે છે. અરેરે! મારું બધુ જવા બેઠું. દીલ ઉદાસ થાય છે, ચેન પડતુ નથી, પહેલા જે પાંચ લાખમાં એ આનંદ માનતે હતા, હવે એના એ પાંચ લાખ તે અત્યારે પણ છે છતાં એ દુઃખી કેમ? શું ફર્યું? ક૯૫ના કે બીજું કંઈ? પહેલા એ માનતે હતું કે ધન વધે છે અને હવે માને છે કે બધું ઘટવા માંડયું. એટલે એ સુખ કા૫નિક છે. પહેલા પાંચ લાખમાં અને હમણાનાં પાંચ લાખમાં કશે ય ફરક પડ નથી છતાં એ દુઃખી થાય છે.
કોઈ માણસ પાસે સેનાની પાટ છે. પોતાની માલીકીની છે. એ સેનાની પાટને જોઈ જોઈને એ હરખાય છે. ઘડી ઘડી એના ઉપર હાથ ફેરવે છે. તીજોરીમાં મૂક્યા પછી ઘડી ઘડી જુએ છે. જોઈ જોઈને રાજી થાય છે. મારી સેનાની પાટ, મારી સેનાની પાટ એમ માનીને મલકાય છે. થોડા વખત પછી વ્યાપાર વગેરેમાં નુકશાન થાય છે. પડેશીને એ સોનાની પાટ કરજ પેટે આપી દેવી પડે છે. હવે એ પાટ પાડોશીના ઘરમાં છે,