________________
૧૮
ધર્મ તત્વ પ્રકાશ પુદ્ગલના સંયેગથી જે આનંદ થાય છે તે આનંદ તે આત્માને જ થાય છે. છતાં એ સુખ પણ નિભાવદશા જન્ય છે. દુનિયાના કેઈ પણ પદાર્થને લઈને તેમજ અંતરંગ નિમિત્ત રૂપ કમને લઈને જે કંઈ આપણને સુખ થાય છે તે સુખ એ આત્મિક સુખ નહિ પણ વિભાવદશાજન્ય-પરનિમિત્તક સુખ છે. મતલબ સંસારનું કેઈપણ જાતનું સુખ એ આત્માનું સાચું સુખ નથી પણ તે નકલી છે, અશાશ્વત છે, ક્ષણ ભંગુર છે, કાલ્પનિક છે, બનાવટી છે, કાયમ રહેનારૂં નથી અને તે સુખને મેહ અને તેમાં આસક્તિ એ ઘેર દુઃખનું કારણ બને છે. માટે સંસારનું સુખ ત્યાન્ય છે, એ સુખને મેળવવાની અભિલાષા એ પણ દુર્થાન છે, એટલે સુખ બે પ્રકારનું છે. એક વિભાવદશા જન્ય અને બીજું આત્માના સ્વભાવજન્ય, એ સવાભાવિક સુખ એ જ સાચું સુખ છે, તે જ મેળવવા માટે આપણે મહેનત કરવાની છે. એ સાચું સુખ મુક્તિમાં છે. ઉદાહરણ તરીકે
એક માણસ પાસે કેડી નહતી, સાવ દરિદ્ર હતું. તેની પાસે તેના નસીબ ઉઘડતાં પાંચ લાખ થાય છે. તેથી તેને બહું ખૂશી થાય છે અને હું ધનવાન છુ તેમ એ માને છે મનમાં મલકાય છે કે મારી પાસે પાંચ લાખ છે અને આનંદમાં રહે છે. એમને આનંદમાં જોઈને કોઈ પૂછશે કે આટલા બધા આનંદમાં કેમ છે? ત્યારે તેના જવાબમાં તે જણાવે છે કે ભાઈ! એક વખત હું સાવ કંગાળ હતે પણ આજે ભાગ્યબળે મારી પાસે પાંચ લાખ રૂપીઆ થયા એટલે મને ખૂબ જ આનંદ