________________
ધર્મ તત્વ પ્રકાશ તે પણ તેમાંથી તેલ નીકળતું નથી. કારણ કે તેમાં તેલ નથી. જે સ્થાનમાં પાણી હોય છે ત્યાં દવાથી ત્યાંથી પાણી નીકળે છે અને જે સ્થાનમાં સમુળગુ હેતું નથી, ત્યાં ખેદવાથી પાણી નીકળતું નથી. માટે આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે-આત્મામાં સુખને અનુભવ થાય છે, આત્મામાં સુખ છે પણ સુખ કેઈ બહારની ચીજમાં નથી, બાહ્ય નિમિત્તો દ્વારા આત્માને જે સુખ થાય છે તે સુખ નકલી છે, બનાવટી છે, તુચ્છ છે, કાલ્પનિક છે, વાસ્તવિક નથી, કાયમનું નથી, ક્ષણે ભંગુર છે, તકલાદી છે અને પરિણામે ઘેર દુઃખનું કારણ છે. - બહારના કેઈપણ સાધન વિના આત્માને પિતાના સ્વભાવથી જે સુખ થાય છે તે સાચું સુખ છે. અસલી સુખ છે, આત્માના સ્વભાવજન્ય છે. તે સુખને સમજવાનો અને તેને પ્રાપ્ત કરવાને આપણે મુખ્ય ઉદ્દેશ છે. - તે સુખનું માપ-દુનિયાના સુખ દ્વારા પ્રથમ આપણને સમજાવીશું અને પછી એ સુખનું સ્વરૂપ સમજાવવામાં આવશે, આ વસ્તુને શાસ્ત્રકારોએ જે રીતે સમજાવી છે તે રીતે આપણે સમજાવવા પ્રયત્ન કરીશું. વિભાવદશાજન્ય દુઃખ - દુખે આત્મામાં થાય છે છતાંય એ આત્માને સ્વભાવ નથી, આત્માને દુઃખને જે અનુભવ થાય છે તે કર્મ જન્ય છે એટલે દુઃખનું અંતરંગ નિમિત્ત કર્મ છે, અને બહારનું નિમિત્ત પ્રતિકુળ સંચાગે છે. જ્યારે જ્યારે આપણને દુઃખ