________________
વ્યાખ્યાન ચોદયું
૧૮૩ છે, પણ થાય છે આત્મામાં, એજ રીતે સુંદર સ્વાદિષ્ટ અને ઈષ્ટ મિષ્ટ પદાર્થો આરોગીને સારી સુંદર મેહક અને આકર્ષક વસ્તુને નિહાળીને અને ખૂશબોદાર પુછપ આદિ પદાર્થોને સુંઘીને, મખમલ જેવી કોમળ શય્યામાં આળોટીને અને કમળ સ્પર્શવાળી વસ્તુઓને સ્પશીંને, તેમજ ભેગ વિલાસના સાધને મેળવીને અને આ બધી વસ્તુઓને ઉપભેગ કરીને જે આનંદ અને સુખ થાય છે તે આનંદ અને સુખ તે વસ્તુએમાં નથી. તે તે સાધનો દ્વારા ભલે આનંદ થાય છે પણ એ આનંદ આત્મામાં થાય છે તે તે જડ વસ્તુઓને કયારે પણ આનંદને અનુભવ થતું નથી મતલબ સુખ અને દુઃખનું જ્ઞાન અને અનુભવ આત્માને થાય છે. સુખ એ આત્માને સ્વભાવ છે, દુઃખ પણ થાય છે આત્માને પણ એ આત્માને સ્વભાવ નથી. દુઃખ એ કેવળ બાહા નિમિત્તજન્ય છે. એ વિષયને આપણે આગળ ચર્ચીશું. હમણાં સુખના વર્ણનને પ્રસંગ છે. માટે આપણે સુખનું વર્ણન કરીએ છીએ. સુખ એ આત્માને જ થાય છે, આત્મા સિવાય અન્ય કોઈપણ પદાર્થને સુખનું જ્ઞાન, સમજણ કે અનુભવ થતો નથી. એટલે એ વાત પણ થઈ કે સુખ એ આત્માને થાય છે, સુખ એ આત્મામાં છે. બાહ્ય સાધને દ્વારા આપણને સુખનું ભાન થાય છે પણ એ સુખને ખજાને આત્મામાં છે. આત્મામાં જે સુખ ન હોય તે ક્યારે પણ તેને અનુભવ આત્માને થાય નહિ. જેમકે તલમાં તેલ છે તે તેને મસળવાથી હાથ ચીકણા થાય છે અને તેને પીલવાથી તેમાંથી તેલ નીકળે છે, કારણ કે એમાં તેલ છે. રેતીને ગમે તેટલી પીલવામાં આવે