________________
વ્યાખ્યાન ચૌદમું
૧૮ શું? સુખ કેને કહેવાય? અને દુઃખ એટલે શું? અને દુઃખ કેને કહેવાય? પ્રથમ સુખ અને દુઃખ કેને થાય છે, ક્યાંથી થાય છે અને ક્યાં થાય છે? આપણને કેઈ પણ જાતનું સુખ અથવા દુઃખ બાહ્ય સાધનેથી થાય છે પણ તે આત્માની અંદર થાય છે. આપણને સેનાની પાટ જોઈને આનંદ થાય છે. મારી પાટ, મારી પાટ, એમ કહી જોઈ-જોઈને તમે હરખાશે. હર્ષ કહે, ખૂશી કહે કે આનંદ કહે એ એક જ વાત છે પણ સોનાની પાટને જોઈને જે આનંદ અને ખૂશી થઈ તે આનંદ કે ખુશી પાટમાં છે કે આમામાં છે? તમે કહેશે કે સેનાની પાટમાં આનંદ છે, પણ એની એ સોનાની પાટ જ્યારે બીજાની માલીકીની થાય છે, કઈ કારણ સર આપણે એને વેચી દેવી પડે છે, ત્યારે એ સેનાની પટને જોઈને આપણને આનંદ થશે કે દુઃખ થશે? તમે તરત જ કહેશે કે દુઃખ થશે. દુખ થવાનું શું કારણ? એની એ સેનાની પાટ છે, એનું એ એનું વજન છે. એજ એની આકૃતિ અને રંગ છે, કશે જ એમાં ફેરફાર થયે નથી છતાં એજ પાટને જોઈને હવે આપણું હૈયું ચીરાઈ જાય છે એનું શું કારણ? તમે જરા ઉંડાણથી આ વાતને વિચાર કરશે તે તમને ખબર પડશે કે તમે એ સેનાની પાટ પ્રથમ મારી માનતા હતા અને હવે બીજાની છે, એ મારી નથી, હવે એ મારી ન રહી, હવે એ બીજાની માલીકીની છે, એમ તમારી માન્યતામાં ફરક પડે. પ્રથમ તમે એને મારી માનતા હતા, તેને તમને આનંદ હતે હવે એ બીજાની થઈ એટલે તમને દુઃખ લાગ્યું, ત્યારે એ સુખ અને દુઃખ, આનંદ અને શેક એ સેન.ની પાટમાં નથી