________________
A
જ્યાખ્યાન ચૌદમું
૧૭ છીએ અને આપણે શ્રદ્ધાથી માનીએ પણ છીએ પણ જયારે કોઈ આપણને પ્રશ્ન કરે કે ભાઈ! મુક્તિમાં ખાવાનું નથી, પીવાનું નથી, ભેગવવાનું નથી, એશઆરામના સાધનો નથી, બે છોકરા નથી, ગાદી તકીયા નથી, લાડી, વાડી અને ગાડીની મજ નથી તે પછી ત્યાં સુખ શાનું? - અહીંઆ આપણને સુખને જે અનુભવ થાય છે તે કોઈ પણ સાધન દ્વારા થાય છે. માણસને મનગમતા પદાર્થો મળતાં એ મહાલવા લાગે છે. રેડીવાનું મીઠું મધુરુ સંગીત શ્રવણ કરતાં માણસ એમાં તમય બની જાય છે, ડેલવા લાગે છે, કેમળ મખમલની શય્યા પર આળોટવાનું મન થાય છે અને એ માખણ જેવી કોમળ શય્યા પર સૂતાં ગલગલીયાં થાય છે અને તરત ઘસઘસાટ ઉંઘ આવી જાય છે, ગરમી લાગતાં પંખાની ચાંપ દબાવતાં ફરફર પવન વાય છે અને શાંતિને અનુભવ થાય છે. ઘેર અંધકારના સ્થાનમાં લાઈટની સ્વીચ દબાવતાં જ પ્રકાશ પ્રકાશ પથરાય છે. ગરમાગરમ ભજીયા ઢેકળા કે સ્વાદિષ્ટ ઈષ્ટ-મિષ્ટ પદાર્થો આરોગતા ઘડીભર આનંદને અતિરેક થાય છે અને મીઠે ઓડકાર આવે છે. ગુલાબ, ચંપા, ચંબેલી અને કેવડાના પુષ્પોની ખૂશબેથી અનેરી તાજગીને અનુભવ થાય છે અને પરી જેવી રૂપે રૂપાળી અપ્સરા જેવી અંગનાઓ નિહાળતાં ચક્ષુએ ટગર ટગર જેવા લાગી જાય છે અને રૂંવાડા ખડા થઈ જાય છે. મતલબ ભૌતિક પદાર્થો દ્વારા અને ઈષ્ટ મિષ્ટ અને મનગમતા સાધનો દ્વારા આપણને અહીંઆ સુખને અનુભવ થાય છે પણ મુક્તિમાં નથી એવા રંગ-રાગના સાધનો, નથી તેવા મનગમતા