________________
વ્યાખ્યાન ચૌદમું . તેવી જ રીતે ધર્મારાધનમાં માણસ ત્યારે જ પ્રવૃત થશે કે જયારે એના પરિણામ અને એના ફળને એને ખ્યાલ આવશે, માટે જ આ ત્રીજે વિષય “ધર્મનું ફળ” રાખવામાં આવ્યા છે. આ જગતમાં કેટલાક દશ્ય ફળે હોય છે અને કેટલાક અદશ્ય ફળે હોય છે. દશ્ય ફળ તરફ યાને પ્રત્યક્ષ ફળ માટે. માણસ તરત જ પ્રવૃત્તિ કરવા તૈયાર થાય છે.
ત્યારે એ પ્રશ્ન થશે કે ધર્મનું ફળ દશ્ય છે કે અદશ્ય છે?
કેટલીક વસ્તુ એવી હોય છે કે જે આપણને દેખાતી નથી પણ તેનું ફળ દેખાય છે. જેમકે હજાર વર્ષ પહેલાના બનેલા મકાને આપણે આજે નજરે જોઈએ છીએ પણ એના બનાવનારા આજે આપણને દેખાતા નથી. પણ તેના બનાવ તારા જરૂર હોય છે. આપણી સેમી. હજારમી પેઢી દેખાતી નથી પણ તેનું કાર્ય આપણે પિતે જ છીએ, તે પ્રત્યક્ષ છે. તેવી જ રીતે ધર્મ કે પાપ આપણને દેખાતા નથી. પણ તેનું કાર્ય આપણે નજરે જોઈએ છીએ. ધર્મથી સુખ, સમૃદ્ધિ અને સાહ્યાબી મળે છે અને પાપથી દુઃખ અને દરિદ્રતા આવે છે. મતલબ જેટલા સુખના પ્રકારે છે તે બધા ય ધર્મથી મળે છે અને જેટલા દુઃખના પ્રકારો છે તે બધા પાપના ઉદયથી આવી મળે છે. માટે શાસ્ત્રવાર્તાસમુચ્ચય નામના ગ્રન્થમાં શ્રીમદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે
दुःखं पापात् सुखं धर्मात सर्वशास्त्रव्यवस्थितिः ।
न कर्तव्यमतःपापं कर्तव्यो धर्मसंग्रहः ॥ પાયથી દુઃખ અને ધર્મથી સુખ સમૃદ્ધિ મળે છે. આ વાત,
૧૨