________________
વ્યાખ્યાન તેરમું
૧૭૫
જગતના તમામ પદાર્થો કરતાં જે ધર્મ વહાલો લાગે, પ્રાણ વલ્લભ લાગે અને ધર્મને જ જીવનને આધાર સમજીને જીવનમાં તાણાવાણાની જેમ વણી લઈએ અને આચરણમાં મૂકીએ તે સમજી લેવું કે મેક્ષ કંઈ દુર નથી.
ધર્મનું સ્થાન જેમ દુનિયામાં સર્વોપરિ છે તેમ આપણા હૃદયમાં અને જીવનમાં પણ સર્વોપરિ રહેવું જોઈએ, તે જ ધર્મ આપણને ફળે, આપણા હૃદયમાં આ વાત બરાબર બેસી જવી જોઈએ કે ધર્મ એ સર્વ સંપત્તિનું કારણ છે.
ધર્મથી આપત્તિ અને વિપત્તિઓ દૂર સુદૂર ભાગે છે. ધર્મ એ તમામ સુખ સમૃદ્ધિનું મૂળ છે. ધર્મ જ સારભૂત છે, ધર્મ જ જીવનને આધાર છે અને ધર્મ જ સ્વર્ગ અને મિક્ષને આપનાર છે.
આ પ્રમાણે ધર્મના મહત્વને વિષય અહીં સંક્ષેપમાં પૂર્ણ થાય છે. હવે આગળના વ્યાખ્યાનમાં ધર્મનું ળફ શું? એ વિષય શરૂ કરવામાં આવશે.