________________
naanammmmmaaaa.
વ્યાખ્યાન તેરમું લાવે તે હું વિચાર કરી નકકી કરું. બનાવટી શેઠ બનેલા મુનિમની વાત સાંભળીને તરત જ વેશ્યાએ ચોપડો કાઢયે. બનાવટી શેઠે બનાવટી મુનિમને હૂકમ કર્યો કે મુનિમજી ! આ નામ નેટબુકમાં નોંધી લ્યો. બનાવટી મુનિએ તરતજ ડાયરી હાથમાં લીધી અને વેશ્યા જેમ બેલતી ગઈ તેમ તેઓ નામ લખતા ગયા. ૧ નંબરના ત્રણ, બીજા નંબરના ૧૩ અને ત્રીજા નંબરના ૫૬ નામ ફડફડ લખી લીધા, તેમાં બનાવટી મુનિએ ધારી ધારીને જોયું કે કંઈ મારુ નામ તે નથી ને ! પણ તે હતું જ નહિ એટલે કયાંથી દેખાય બનાવટી શેઠે વેશ્યાને કહ્યું કે ચોથા નંબરમાં છે કે ઈ? ત્યારે તેણીએ કહ્યું એવા તે કઈક આવે ને જાય ! - શેઠ સમજી ગયા કે મારી કિંમત અહી' કઈક આવે અને જાય એમાં છે. બનાવટી શેઠે વેશ્યાને કહ્યું ઠીક ત્યારે હું વિચાર કરીને ફરી તમને જરૂર મળીશ, એમ કહી શેઠ અને મુનિમ અને બગીમાં બેસી ત્યાંથી રવાના થયા.
શેઠે મુનિમને કહ્યું મુનિમજી ! તમે બહુ અક્કલનું કામ કર્યું. શાબાશ છે તમને તમે મને ઉગારી લીધું છે. હું ટે રસ્તે ચઢયે હતે. તમે મારી ઈજજત આબરૂ બચાવી, અરે! મારું જીવન બચાવી લીધુ. ધિક્કાર છે મને ! મેં મારી પત્ની અને પુત્રને પણ વિચાર ન કર્યો, ધર્મ ને સદાચારનો વિચાર ન કર્યો, સાચેજ હું ભાન ભૂલ્યા પણ હજી શું બગડ્યું છે. “જાગ્યા ત્યાંથી સવાર” એ ઉક્તિ અનુસાર પાછલી જીંદગી સુધારી લઉં અને જીવન સાર્થક કરું !