________________
૧૭૨
-vvvvvvvvvvvvv
ધર્મ તત્વ પ્રકાશ તરત જ મહેતાજીએ શેઠજીને કહ્યું કે આજે જ પધારે અને ખાત્રી કરો, વિલંબની જરૂર નથી. જેવી રીતે બગીમાં બેસીને શેઠ બનીને હું ગયા હતા, તેવી રીતે હું શેઠ બનીશ અને તમે મુનિમ બનીને ચાલે ત્યારે ખરે ખ્યાલ આવશે. શેઠને સાચી હકીકત જાણવી હતી એટલે તેઓ મુનિમ બન્યા અને મુનિમજી શેઠ બની બે ઘડની બગ્ગીમાં વેશ્યાને ત્યાં ગયા.
શેઠજીએ મુનિમને પાઠ બરાબર ભજવ્ય, સામાન્ય કપડા પહેર્યા, હાથમાં ચોપડા લીધા, અને બગ્ગીની નીચે બેસી ગયા. વેશ્યા સમજી કે પેલા શેઠજી આવ્યા લાગે છે એટલે તરત ઉઠી અને સ્વાગત કરવા સામે ગઈ. પધારો પધારો! કહી શેઠનું સ્વાગત કર્યું. મુનિમ બનેલા સાચા શેઠ બધું જોતા જ રહ્યા. એણે તે શેઠની સામે પણ ન જોયું અને બનાવટી શેઠને પલંગ પર બેસાડયા હાવ-ભાવ અને લટકા ચટકાથી એ તે પ્રેમ ભરી નજરે તેમની સાથે વાત કરવા લાગી.
શેઠ વિચાર કરે છે કયાં થોડા વખત પહેલાની આ વેશ્યા અને કયાં અત્યારની આ ! આમાં તે આસમાન પાતાળ જેટલું અંતર અત્યારે જણાય છે. કેવી લુખી લાગે છે, કેવી નકલી, બનાવટી અને ઠગારી છે. હું એને મેહમાં ફસાણે અને ઈજજત આબરૂ લીલામ કરી ! ખરેખર મેં ગંભીર ભૂલ કરી! શેઠને હવે સાચું ભાન થયું. - શેઠ બનેલા મુનિએ વેશ્યાને કહ્યું તે મને જે નામ સંભલાવ્યા હતા, તે વિસ્મૃત થઈ ગયા છે ફરી એક વાર સંભ