________________
ધમ તત્વ પ્રકાશ
-
AAAA AAA
A
-
-
-
-
-
-
-
પદાર્થો પછી ત્યાં સુખ શેનું ? હેજે સૌ કેઈના મનમાં આ પ્રશ્ન ઉઠે છે અને એનું જે સમાધાન કરવામાં ન આવે તે રિથતિ ડામાડોળ બની જાય છે.
જ્ઞાનીઓએ કથન કર્યું છે માટે એ વાતને આપણે શ્રદ્ધાથી માનીએ છીએ અને માનવું જોઈએ એમ કહીને તમે બીજાને ચૂપ કરશે પણ એથી એના મનનું સમાધાન થતું નથી.
આ બધી વસ્તુઓ બરાબર સમજી લેશે તે તમને પણ સંતોષ થશે અને શ્રદ્ધા મજબુત થશે એટલું જ નહિ પણ મુક્તિનું સાચું સુખ સમજાતાં આ નકલી સુખને તક્ષણ ત્યજીને તમે એ મુક્તિનું સાચું સુખ મેળવવા પ્રયત્નશીલ થશે, મુક્તિ મેળવવાની તમન્ના જાગૃત થશે, ઉત્કટ અભિલાષા જાગશે અને જિજ્ઞાસુઓને પણ તમે સમજાવી શકશે અને તેમને સન્માર્ગે લાવી શકશે. માટે આ વિષય સમજવાની અત્યંત આવશ્યકતા છે.
પ્રથમ મુક્તિ માં કેટલું સુખ છે? એટલે એનું માપપ્રમાણ કેટલું અને તે સુખને અનુભવ સાધન વગર કેવી રીતે થાય છે વગેરે વિષે ક્રમસર સમજાવીશું. આ વિષયને ખૂબ ધ્યાન દઈને સાંભળવાની જરૂર છે. સાંભળ્યા પછી ચિંતન મનન અને નિદિધ્યાસનની જરૂર છે. આટલું પ્રાસ્તાવિક વિવેચન કરી હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ છીએ. સુખ એટલે શું ?
પ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે સુખ એટલે