________________
૧૨
-
-
-
-
-
--
ધર્મ તત્વ પ્રકાશ Kamaram . નાના મોટા ગામડાઓ છે અને અનેક મોટા નગર છે, આટલા શાયથી તેને સંતેષ છે, વધારે રાજ્ય મેળવવાની લાલસા કે તૃષ્ણ નથી. અને ઉરમાં રૂપરૂપના અંબાર સમી અનેક રાણીએ છે. તે ઘણી વિનીત, સુશીલ અને સંસ્કારી છે. પુત્રે પણ આજ્ઞા ક્તિ છે. મંત્રી મંડળ પણ અનુકૂળ છે. શરીરમાં કઈ જાતને વ્યાધિ કે રોગ નથી. બીજા રાજ્ય તરફથી કઈ જાતને ચઢાઈ કે લડાઈને ભય નથી. હાથી. ઘેડા, રથ અને પાયદળને પાર નથી ઢોર-ઢાંખર ગાડા ઊંટ પાલખી અને સુખાસનને સુમાર નથી. સેવકો બડે જાવ મહેરબાન ઘણી ખમ્માની નેકી પિકારે છે. અઢળક સંપત્તિ છે, સૌ કોઈ તેમની સેવામાં હાજર હજૂર છે. કેઈ વાતે મણું નથી. કશી કમીના નથી. કેઈ જાતની ઉણપ કે ખામી નથી. વધુ મેળવવાની આશા-અભિલાષા કે લાલસા નથી. અનેરો આનંદ પ્રમોદ અને વિનેદમાં દિવસે પસાર થઈ રહ્યા છે. - બોલે આ રાજા કેટલે સુખી છે? એનું વર્ણન થઈ શકે? આવા સુખી રાજા કરતાં પણ મેક્ષમાં બિરાજતા મુક્ત આત્મા એને સમયે સમયે અનંતગણું સુખ હોય છે અને તે પણ કાયમનું. ચક્રવર્તીનું સુખ
ઠાણાંગ સૂત્રમાં ત્રણ પ્રકારના પુરુષે બતાવવામાં આવ્યા છે. એક કર્મ પુરૂષ, બીજો ભાગ પુરુષ અને ત્રીજો ધર્મ પુરુષ.
ચકવર્તીઓને ભોગ પુરુષ તરીકે ગણવામાં આવે છે. મતલબ, સમગ્ર ભારત વર્ષમાં ઉત્પન્ન થયેલ ઉંચામાં ઉંચી