________________
વ્યાખ્યાન તેરમું
૧૬૭ થઈ ગઈ! હવે હું વેશ્યાને શું મોઢું બતાવીશ! શેઠને થયું કે આ મુનિમને હમણાં ને હમણાં લાત મારીને કાઢી મૂકે ! આ વિચારથી શેઠની આંખે લાલ થઈ અને શરીર ધ્રુજવા લાગ્યું.
આ દશ્ય જોઈ શેઠાણું તે ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી બહાર નીકળી ગઈ, અને સમજી ગઈ કે શેઠ તે વેશ્યાના શગમાં પાગલ બન્યા છે, શેઠને તે મારી કેડીનીય કિંમત નથી. છોકરે પણ શેઠાણની પાછળ રડતે રડતે હાર નીકળી ગયે, ધર્મશાળાની બહારના ભાગમાં એક બાજુ બેસી મા અને દીકરે અને હૈયાફાટ રૂદન કરવા લાગ્યા.
મુનિમજી તે શેઠની સામે નિડરપણે બેઠા છે. શેઠજીના કેનો કઈ પાર નથી પણ શેઠ વ્યાપારી કેમના માણસ હતા. આમ તે બુદ્ધિશાળી અને હોંશિયાર હતા એટલે વિચાર કર્યો કે પરદેશથી હજી હું હમણાં જ આવી રહ્યા છું. ચોપડા, હિસાબ અને તીજોરી વિ. બધુ જ મુનિમજી પાસે છે. માટે હમણાં મુનિ મજીને ધક્કો મારીને કાઢી મૂકે એ ઠીક નહિ, એની પાસેથી એ પડા, હિસાબ અને તિજોરી વિ. ની ચાવી લીધા પછી વાત. એ વિચારે શેઠ જરા ઠંડા પડ્યા. - ડીવાર પછી શેઠે મુનિમજીને પૂછયું કે મુનિમ! તમને હારનું પારસલ અને મારી ચીઠ્ઠી મળ્યા પછી તમે વેશ્યાને તરત જ કેમ હાર ન પહોંચાડયે અને કેમ આટલે વિલંબ કર્યો ? મુનિમે જોયું કે શેઠ જરા ઠંડા પડયા છે. એટલે ધીમે રહીને મુનિમજી શેઠને કહેવા લાગ્યા કે શેઠજી !