________________
manaman
~~~
~~~~~
~~~
વ્યાખ્યાન તેરમું તેર જણના નામ હતા, મુનિમ સમજો કે તેરમાં તો જરૂર મારા શેઠનું નામ હશે જ! પણ જ્યાં તેર નામ સાંભળ્યા એટલે એ ધારણું પણ ખોટી પડી છતાં તરત જ મુનિએ તેર જણના નામ ઠામ પણ ડાયરીમાં નેંધી લીધા, ત્યારબાદ ત્રીજા નંબરને ચેપડો ખોલ્યો જેમાં ૫૬ ખાતા હતા, મુનિમને મનમાં નિશ્ચય હતું કે પ૬ માં તે જરૂર મારા શેઠનું નામ હશે! પરંતુ આ વાત પણ તદ્દન બેટી પડી. કારણ કે પર માં પણ શેઠનું નામ નહતું! પર જણાના નામ ઠામ પણ મુનિએ તરત જ નેંધી લીધા.
ત્યારબાદ મુનિએ વેશ્યાને પછયું કે કઈ ચોથા નંબમાં છે? આ સાંભળીને વેશ્યા તે હસતી હસતી કહેવા લાગી કે એવા તે અહીં ઘણાય આવે છે ને જાય છે, કેટલાની નોંધ કરું ! મુનિ મે વિચાર્યું કે મારા શેઠને નંબર ઘણા આવે ને જાય એમાં છે. શેઠની તે અહીં કે ગણત્રી જ નથી.
શેઠજી સાવ ભોળા છે. આવી ઠગારી વેશ્યાને નવ લાખ રૂપીઆ હાર કેમ અપાય ! આમ વિચાર કરી પિતાના શેઠની અને હારની કંઈ પણ વાત કર્યા સિવાય મહેતાજી વેશ્યાને ત્યાંથી વિદાય થયા અને વેશ્યાને કહ્યું કે ફરી આવસરે હું તમને જરૂર મળીશ.
મુનિમજી વેશ્યાને ત્યાંથી પાછા ફર્યા અને શેઠજીને ત્યાં આવી, કિંમતી હાર તેમણે તીજોરીમાં મૂકી દીધે શેઠજી એમ સમજે છે કે મુનિમને હારનું પારસલ મળી ગયું હશે! અને