________________
૧૬૯
વ્યાખ્યાન તેરમું માટે મારા શેઠ નવલાખ રૂપી અને કિંમતી હાર મોકલે છે, તે વેશ્યાને મારા શેઠ ઉપર કેટલે પ્રેમ છે! તે તે જરા ચકાસી જોઉં! એમ વિચાર કરી મેં આપને કિંમતી પોષાક હતે તે પહેરીને બનીઠનીને મોટા શેઠની જેમ બે ઘડાની બગ્ગીમાં બે ચાર નેકરને સાથે લઈને વેશ્યાને ત્યાં ગયે.
વેશ્યાએ મને દૂરથી આવતે જઈને, એ મને માટે શેઠ સમજી મારું સ્વાગત કરવા નીચે ઉતરી અને મારી સામે આવી અને પ્રેમ ભર્યા વચનેથી મને આવકાર આપવા લાગી કે પધારે! શેઠજી ! પધારો! મારી સાથે પ્રેમથી વાતચીત કરી અને તે મને ઉપર લઈ ગઈ અને પલંગ ઉપર બેસાડી મારી સામે તે નાચ-ગાન કરવા લાગી અને એવી મધુર વણા વગાડી અને મીઠું મોહક ગીત લલકાર્યું કે હું તે ખૂશ ખૂશ થઈ ગયા.
નાચ-ગાન કરીને તે મને પૂછવા લાગી કે આપ ક્યાંથી પધાર્યા? આપનું શુભ નામ ? આપને શું વ્યવસાય છે ? મેં એને પ્રશ્નોના જવાબમાં જણાવ્યું કે હું અમુક નગરને છું અને મારું નામ અમુક છે ! મોટા પ્રસિદ્ધ શેઠનું નામ મેં એને જણાવ્યું અને મેં એને કહ્યું કે તારી પ્રસિદ્ધિ સાંભળીને હું અહીં આવ્યો છું. મને ઈચ્છા થઈ કે હું તારી સાથે પ્રીતિ બાંધુ! પણ તારે ત્યાં તે ઘણુય ધનવાને આવતા જતા હશે! તારા ઉપર ઘણાને પ્રેમ હશે ! અને તને પણ એમના ઉપર પ્રેમ હશે! પણ બધા પ્રેમી કંઈ સરખા હતા નથી. બધા ઉપર એવો પ્રેમ હોય છે, એમાં કોઈની સાથે