________________
૧દેદ
ધર્મ તત્વ પ્રકાશ વેશ્યાને આપી દીધું હશે ! વેશ્યા પણ હાર જઈને ખૂશી ખૂશી થઈ હશે! પણ આમાંનું અહીં તે કંઈ પણ બન્યું નહોતું, આ વાતની શેઠને ક્યાંથી ખબર હોય! - થોડા વખત પછી શેઠજી વ્યાપાર વણજ કરીને ખૂબ ધન માલ મેળવીને પિતાના દેશમાં પાછા ફરે છે. જ્યારે તેઓ પિતાના નગરની નજીક આવી પહોંચ્યા ત્યારે મુનિમને ખબર પડે છે એટલે મુનિએ શેઠાણીને ખબર આપ્યા કે શેઠજી નગરની નજીક આવી પહોંચ્યા છે. એટલે શેઠજીને મળવા આતુર બનેલા શેઠાણ પણ ૧૨ વર્ષના પુત્રને લઈને મહેતાજીની સાથે શેઠજીની સંમુખ જાય છે.
સઘળેય પરિવાર શેઠજીને જ્યાં પડાવ હતું ત્યાં પહોંચી ગયે, પણ શેઠજી તે શેઠાણીની સામેય જેતે નથી અને પિતાના પુત્રને પ્યાર કરવાની વાત તે દૂર રહી, એને બોલાવતા પણ નથી.
શેઠજીએ તે આવતા વેંત જ મહેતાજીને પૂછયું કેમ મહેતાજી! હારતું પારસલ તમને મળ્યું ? મુનિમજીએ હા પાડી, ત્યારે શેઠે બીજો પ્રશ્ન કર્યો કે તેમને હાર વેશ્યાને આપી આવ્યા? મુનિમજીએ કહ્યું છે, આ સાંભળતાં જ શેઠજી તે કેધના આવેશમાં લાલપીળા થઈ ગયા. શરીર ધ્રુજવા લાગ્યું અને મનમાં વિચારવા લાગ્યા કે મુનિમ કેવો ગમારે છે, તેણે મારા હૂકમને અમલ કર્યો નહિ અને વેશ્યાને હાર આપે નહિ, અરેરે! વેશ્યા મનમાં શું સમજશે કે આ શેઠ કેવા લબાડ છે, જૂઠ્ઠા છે, ખરે જ મારા પ્રેમની કિંમત