________________
ધર્મ તત્વ પ્રકાશ આંટા મારે છે કે કોઈ પ્રામાણિક વ્યાપારી મારા નગર તરફ જતે હેય તે હું એની સાથે આ હાર મોકલી આપું !
આમ રાજ દરીયા કિનારે આંટા મારતા એક શેઠને ભેટ થઈ ગયો. શેઠને એમની સાથે વાર્તાલાપ કરતા જાણવા મળ્યું કે તેઓ પોતાના દેશ તરફ જઈ રહ્યા છે અને વચ્ચે જ મારૂં નગર છે.
શેઠજીએ દેશમાં જનાર શેઠજીને જણાવ્યું કે શેઠજી! આપ દેશમાં જઈ રહ્યા છે, વચમાંજ મારૂં નગર આવે છે મારે એક અગત્યનું કામ છે, આપ કરો તે આપની મહેર બાની, દેશમાં જનારા શેઠજીએ કહ્યું શેઠજી ખૂશીથી કહે, જરૂર હું આપનું કામ કરીશ, જે હેય તે ફરમાવે એટલે શેઠજી હારને ડબ્બીમાં મૂકી તથા લખેલી ચીઠ્ઠી પણ અંદર મૂકી બરાબર પેક કરી કપડાથી સીવી, સીલ મારીને પારસલ પર પિતાના મહેતાજીનું નામ લખીને તૈયાર કરીને જ લાવેલા હતા. તે જનાર શેઠજીના હાથમાં આપ્યું અને કહ્યું કે મારે મહેતાજીને આ પારસલ આપ આપવાં મહેરબાની કરશો.
શેઠે કહ્યું જરૂર જરૂર, આપ બે ફકર રહે. અને વહાણ ત્યાંથી વિદાય થયું. શેઠ ત્યાંથી પાછા ફર્યા. ધીરે ધીરે વહાણ શેઠના નગરમાં પહોંચી ગયું. શેઠ પ્રમાણિક હતા એટલે તરત જ આ શેઠે પેલા શેઠના મુનિમને પારસલ પહોંચાડી દીધું.
શેઠજી સમજે છે કે મારી પ્રાણ પ્યારી વેશ્યા રાહ જોઈ રહી હશે! કે હજી શેઠજીના કઈ સમાચાર કેમ નથી, પણ હારનું પારસલ જશે એટલે એ પણ આનંદથી વ્હાલી ઉઠશે.