________________
ઘમ તત્વ પ્રકાશ ચાળે તેમ છાપાના પુસ્તકોએ-હસ્તલિખિત પુસ્તકો અને પ્રતને મોટે ધકકો પહોંચાડે છે, પ્રાચીન કાળમાં જ્યારે છાપાના પુસ્તક નહતા ત્યારે પુસ્તકે અલભ્ય હતા, તેથી
નહતા ત્યારે ગુજરાત સમ સાધુ મહાત્માઓ જ્ઞાનને કંઠસ્થ કરી લેતા હતા, તેઓ સમજતા હતા કે પ્રત બીજે નહિ મળે, એટલે ધ્યાન દઈને ભણતા હતા; કંઠસ્થ કરતા હતા અને કંઠસ્થ ગ્રથના સંસ્કાર જેટલા પડે તેટલા પુસ્તક વાંચવાથી માત્ર પડતા નથી. આ કાંઈ નેવેલે કે રસિક ચરિત્રે નથી કે એકવાર વાંચીને થોડીવાર આનંદ મેળવી લઈએ.
આજે છાપાના પુસ્તકો સર્વત્ર સુલભ થવાથી, ચીવટ ઘટી, જ્ઞાન ઘટવા માંડયું, ખપ હશે ત્યારે પુસ્તક જોઈ લેશું, કંઠસ્થ કરવાની માથાકૂટ મટી. આ કારણે વિદ્વત્તા ઘટી, શાસ્ત્રાધ્યયન ઘટયું, ગુરુગમ દ્વારા જે જ્ઞાન મળતું હતું અને તેથી જે આધ્યાત્મિક વિકાસ થતું હતું, શંકા-કુશંકા થતાં તરત જ ગુરુ મહારાજ તેનું સમાધાન કરતા હતા, એટલે શ્રદ્ધા દઢ ને મજબૂત થતી. આજે ગુરુ પાતંત્ર્યના અભાવે પુસ્તકે જોઈને વાંચી લઈશું એટલે ગુરુ પાતંત્ર્ય ઘટવાથી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વધી. ગુરુ પ્રત્યેનું બહુમાન અને વિનય ઘટયે, કારણ કે ગુરુની ગરજ ન રહી. પુસ્તકો સુલભ થવાથી અને ભાષાંતરે વધવાથી પુસ્તકે જોઈ લઈશું. આપ મેળે વાંચી લઈશું એટલે ઉપાટીયું–છીછરુ જ્ઞાન વધ્યું. તલસ્પર્શી અને જ્ઞાનનું ઉંડાણ ઘટવાથી એના રહસ્યો અને મર્મો સુધી પહોંચી શકાય નહિ અને તેથી વિકાસ રુંધાય એ સ્વાભાવિક છે.
પ્રાચીન કાળમાં હસ્તલિખિત પ્રતે અને તાડપત્ર પર