________________
૫૪
ધર્મ તત્વ પ્રકાશ
માળાને જેમ તેમ દૂર ફેંકતા હતા, આ રીતે શેઠજીની રીતભાત જોઇને શેઠના એક નેાકર હતા, જે જાતિના હજામ હતા પણ એ બહુ ચકાર હતા અને ધર્મના પ્રેમી હતા. કવિએ કહે છે કે-
“નરેષુ નાપિતઃ ધૃત: પક્ષીષુ વાયસ્તથા. ” માણસામાં હજામની જાત ખૂબ ધૂત હોય છે અને પક્ષીઓમાં કાગડા ત હોય છે.
શેઠના નાકર હજામે વિચાર કર્યો કે શેઠજીને તા કઇ કહેવાય નહિ કારણ મર્યાદા હતી. સહાજનના માભા
પ્રાચીન કાળમાં મહાજનના ઘણા માલા હતા, મહાજનના પડચા માલ અઢારે કામ ઝીલી લેતી હતી, મહાજનના અવાજ રાજા સુધી પહેાંચતા હતા, રાજાને પણ મહાજનની વાત ઉપર વિચાર કરવા પડતા હતા, કારણ કે મહાજન રૂઠે તા અઢારે કામ રાખે ભરાય.
પ્રાચીન કાળમાં રાજા, મંત્રી, નગરશેઠ, સેનાધિપતિ અને પુરાહિત આ પાંચ જણની સલાહ સૂચના મુજબ નવા હુકમા બહાર પડતા હતા. અમુક વખત માટે પ્રજાની અઢારે કામ તરફથી નગરશેઠને અગ્રેસર નીમવામાં આવતા હતા એટલે નગરશેઠ અઢારે કામનેા ખ્યાલ રાખીને જ કાયદાકાનૂન ઉપર સહી કરતા હતા. મંત્રી પ્રજાનું હિત અને રાજાનું હિત બન્નેનુ' હિત જળવાઈ રહે તેના ખ્યાલ રાખી અને સેનાધિપતિ સેનાના હિતાહુિતના ખ્યાલ રાખી કાયદા પર સહી કરતા હતા.