________________
૧ -
ધમ તત્વ પ્રકાશ પર એ રસ નથી એટલે ધર્મ ક્રિયાઓ આપણને નીરસ લાગે છે. ધર્મ કરતાં કંટાળો આવે છે અને માળા ફેરવતા મન ચગડોળે ચઢે છે.
ત્યારે જે ધર્મ પર રસ અને પ્રેમ ન હોય એ ધર્મ આપણને શી રીતે ફળે! તમને કોઈના ઉપર પ્રેમ હોય છે તે સામે માણસ પણ તમારી સાથે પ્રેમ રાખે છે. તમે કેઈની સાથે વાત કરતા મોટું બરાડો, યા એની વાત ન સાંભળો અથવા સાંભળ્યું ન સાંભળ્યું જે દેખાવ કરો, એની સાથે પ્રેમથી વાત ન કરે તે ફરી એ વ્યક્તિ તમારી સાથે વાત કરવા તૈયાર થાય ખરી? એ વ્યક્તિને ગરજ હેય, તમારા વગર ન ચાલતું હોય તે તે ન છૂટકે ફરી પણ આવે અને વાત કરે, પણ ધમને તમારી ગરજ નથી, ધર્મને તમારી શી જરૂર છે? ધર્મ કરશે તે તમને લાભ, નહિ કરો તે કંઈ ધર્મને ત્યાં ખોટ આવવાની નથી. - બીજી વાત એ છે કે-જે લોકે ધર્મની આરાધના કરે છે તે લેકમાં પણ ઉંડે ઉંડે વાસના હેાય છે, સ્વાર્થ અને લભ હોય છે કે ધર્મ કરીશું તે આપણું ઘર ભરાઈ જશે. ગુરુની સેવા કરીશું તે ગુરુ મહારાજ સારો આશીર્વાદ આપશે. માળા ફેરવીશું તે માલામાલ થઈ જઈશું. કેટલાકે ધનની લાલચે, કેટલાકે પુત્રની લાલચે, કેટલાકે દુઃખ અને દરિદ્રય દૂર કરવાના બહાના હેઠળ ધર્મની આરાધના કરે છે પણ જ્યારે એમની ઈચ્છાઓ અને અભિલાષાઓ પૂર્ણ થતી નથી ત્યારે એમને ધર્મ ઉપર અશ્રદ્ધા થાય છે. ધર્મમાં કંઈ નથી એમ બેલવા લાગી જાય છે. ઘણાય નહાર ગયા કંઈ