________________
anna
ધર્મ તત્વ પ્રકાશ નથી, તેમ “ધ્રુવ પ્રલ્લાદ પારભયે” તેમાં તમારું શું વળ્યું ? એ તે પાર થઈ ગયા, તમને શું લાભ? ગ્રાહક આવે ત્યારે માળા ફેંકી દે આથી શું લાભ થાય ખરો? આ તે એક જાતનું અપમાન ગણાય! શેઠ સમજી ગયા કે હજામનું કહેવું સાચું છે, ગ્રાહક આવે ત્યારે માળા ફેંકી દઉ અને ઓછું આપવું અને વધારે લેવું એટલે ફૂડ કપટ કરવાનું તો ચાલુ જ છે. એ તે માળાની આશાતના ગણાય. શેઠે હજામને શાબાશી આપી. શાબાશ હજામ શાબાશ. મને તે સાચી સમજણ આપી. હજામને પણ ખૂશી થઈ કે શેઠ માર કહેવાથી માર્ગે વળ્યા.
જેમ પ્રથમ શેઠને માળાની કિંમત નહતી એમ આપણને પણ જે માળા યા ધર્મના ઉપકરણની કે ધર્મની કિંમત ન હોય પછી એ ધર્મ આપણને ફળે શી રીતે ? જે વસ્તુ ઉપર આપણને બહુમાન અને પ્રેમ ન હોય, જેની હદયમાં કિંમત ન હોય, જેને માટે બેદરકાર હોઈએ, ધર્મ થાય તે ઠીક અને ન થાય તે ય ઠીક ! એનાથી કંઈ આપણું કામ અટકી પડતું નથી. જ્યારે કંઈ કામ ન હય, નવરા બેઠા હોઈએ ત્યારે ધર્મ યાદ આવે તે પણ જેના હૃદયમાં ધર્મને કંઈક પ્રેમ છે તેને. બાકી તે જેઓ લાડી, વાડી અને ગાડીની મિજમાં મોજ શોખ અને એશઆરામમાં રચ્યાપચ્યા છે તેને તે સ્વપ્ન ય ધર્મ યાદ આવતું નથી.
જેઓ ધમ છે અને ધર્મની આરાધના કરે છે તે પણ વીશ કલાકમાં કેટલા કલાક ધર્મમાં ગાળશે? માંડ માંડ કલાક, બે કલાક અને બાવીશ કલાક તે સંસારમાં, વિષય