________________
વ્યાખ્યાન તેરમું જતાંની સાથે જ હું એક કિંમતી મોતીને નવ લાખ રૂપીઆને હાર મોકલી આપીશ. - વેશ્યાએ જ્યાં હારની વાત સાંભળી એટલે અંદરથી તે એ ખૂશી ખૂશી થઈ ગઈ અને શેઠજીને કહેવા લાગી કે શેઠજી! ભલે આપ પરદેશ પધારે પણ તરત જ પાછા ફરો અને હાર મોકલવાનું ભૂલતા નહિ.
શેઠ કહે શું બોલી? હાર મોકલવાનો ભુલું ખરા! તારા માટે મારા પ્રાણ કુરબાન છે હારની શી કિંમત ! શેઠ સમજે છે કે વેશ્યાને મારા ઉપર ઘણે પ્રેમ છે એ બિચારી મારા વિરહમાં સુકાઈ જશે.
વેશ્યા અને વળી પ્રેમ, એ વળી કેવી વાત! વેશ્યા અને લક્ષ્મી એ તે કેઈન થયા નથી અને થશે નહિ. એની પાછળ હજાર કુરબાન થયા પણ એ કોઈની થઈ નથી પણ મહિના નશામાં ભાન ભૂલેલા આત્માઓ વેશ્યાના મોહમાં પાગલ બની જીવનને એળે ગુમાવે છે. આટલે પ્રેમ જે પરમાત્માના ઉપર હોય તે તે બેડો પાર થઈ જાય. માટે જ જ્ઞાનીઓ કહે છે કે--
जा दव्वे होई मई अहवा तरुणीसु रुवंतीसु । ता जई जिणवरधम्मे करयल मज्झे ठिा सिद्धि । જ્ઞાનીઓ કહે છે કે મોક્ષ કંઈ દૂર નથી. મોક્ષ મેળવો એ તે જમણા હાથનો ખેલ છે. ધનવાનોને જે રાગ ધન ઉપર હોય છે અને જવાનેને જે રાગ રૂપવતી સુંદરી એ