________________
૧૫૮
હમ સત્ય પ્રકાશ વયાગામી શેઠ.
એક નગરમાં એક શેઠ રહેતા હતા. જેની પાસે અઢળક ધન હતું પરંતુ શેઠમાં મોટામાં મોટું એક અપલક્ષણ હતું. અને તે એ કે શેઠ વેશ્યાગામી હતા, વેશ્યાના માટે પ્રાણ પાથરવા તૈયાર હતા, ઘરની બૈરીની કયારે ય ખબર પૂછતા નથી અને જરાક નવરા પડયા કે ગયા વેશ્યાને ત્યાં.
એક વખત શેઠને ધંધાથે પરદેશ જવું પડે તેમ હતું પણ એને વેશ્યાનો વિરહ સતાવે છે. શેકે વેશ્યાને વાત કરી કે મારે જરૂરી કામ અંગે પરદેશ જવું પડે તેમ છે. કારણ કે પૈસે તે વ્યાપારથી જ મળે છે. અને વ્યાપાર ધંધે ન કરું તે કેમ ચાલે! માટે ન છૂટકે મારે તને છોડીને જવું પડશે પણ મારે જીવ નથી ચાલતે, જેમ બને તેમ જલ્દીથી હું પરદેશથી પાછો ફરીશ.
વેશ્યા તે શેઠની પરદેશ જવાની વાત સાંભળતાં જ બેર બોર જેવડા આંસુ સારવા લાગી અને શેઠને કહેવા લાગી શેઠજી! તમારા વગર હું કેમ રહી શકીશ! તમારા વગર મને જરાય ચેન નહિ પડે ! મને જરાય ગમશે નહિ! માટે મહેરબાની કરી પરદેશ જવાનું હાલ માંડી વાળો.
શેઠ કહે શું કરું. ન છૂટકે મારે જવું પડે છે. તારે વિરહ મારાથી પણ સહન થાય તેમ નથી, પણ મારાથી ત્યાં ગયા વગર ચાલે તેમ નથી આ કામ મુનિમનું નથી. જાતે જ કરવું પડે તેમ છે. માટે તું ફિકર ન કર. તારા માટે