________________
^^
^
^^^
-
~
વ્યાખ્યાન તેરમું ચંપલ કંઈ મંદિરમાં તે લઈ જવાય નહિ, બહાર જ મૂકવાના હોય છે, પણ મંદિર એવું હોય કે ભગવાન પણ દેખાય અને પાછળ જોઈએ તે પગથી આ પણ દેખાય અને પગથીઆ પર પડેલા ચંપલ અને જેડા પણ દેખાય. ત્યાં જઈ ત્યારે આપણે ભગવાનની સ્તુતિ કરતા હોઈએ ત્યારે--
માતા ત્વમેવ” એમ બેલતા ભગવાન તરફ નજર રાખીએ છીએ અને “પિતા ત્વમેવ” એમ બોલતા પાછળ જોઈએ છીએ, કારણ કે બૂટ કે ચંપલ કેઈ ઉપાડી ન જાય! આ છે આપણી ભાવનાનું પ્રદર્શન. એક ચંપલ કે બૂટ પર પણ જે પ્રેમ છે તેટલે પ્રેમ પરમાત્માની ભક્તિને નથી અને ભક્તિને પ્રેમ જે હેત તે હરગીઝ પાછળ નજર કરતનહિ!
તેથી બહેતર છે કે આપણે જિનમદિર કે ઉપાશ્રયમાં આવતા બૂટ કે ચંપલને ઉપગ જ ન કરીએ જેથી બને રીતે લાભ થાય, પણ ત્યાં પાછે શરીરનો પ્રેમ સતાવે છે કે બૂટ ન પહેરીએ તે કંઈ કાંટા-કાંકરા વાગશે, ઉંબરણે પગે કેમ ચલાય !
ગરમ ગરમ ફુલકા અને મજેદાર શાક આરોગતા જે આનંદ આવે છે તે આનંદ માળા ફેરવતા નથી આવતા. છોકરાને રમાડવામાં, હાલી પત્નીની સાથે વાત કરવામાં ચોપાટીનું ભેળ ઉડાવવામાં, સીનેમા કે સર્કસ દેખવામાં જે આનંદ આવે છે, એ આનંદ પ્રભુની પજા કરતા, પરમાત્માના દર્શન કરતા, જિનવાણું શ્રવણ કરતા કે સામાયિક કરતા નથી આવતે કારણ કે એમાં રસ નથી, રસ છે દુન્યવી પદાર્થોમાં માટે ત્યાં આનંદ આવે છે અને ધર્મના સાઘને અને ધન