________________
વ્યાખ્યાન તેરમું દેખાતું નથી, પણ એને પૂછોને તારામાં છે શું કે નવકાર તને ચમત્કાર દેખાડે? તમે તે ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ અને મક્કા ગચે મદાલશા જેવી તમારી સ્થિતિ છે, કયાં આપણને ટેક છે? એટલે આપણને ધમ ઉપર જોઈએ તેવી ટેક નથી, શ્રદ્ધા નથી, પ્રેમ નથી અને વિશ્વાસ નથી એટલે ધર્મ શી રીતે ફળે?
શ્રીપાળ મહારાજાને સિદ્ધચક્રજી કેમ ફળ્યાં? જંબુસ્વામીને નવકાર કેમ ફળે? અને આપણને કેમ ફળતું નથી? શું એ સિદ્ધચક્રજી અને નવકાર જુદો હતો? શું નવકાર મંત્ર અને સિદ્ધચક્રજીને એમના ઉપર પક્ષપાત હતું અને આપણા ઉપર ઠેષ છે? પણ એ મહાપુરુષમાં જે યોગ્યતા હતી, શ્રદ્ધા અને વિશ્વાસ હોતે, પ્રેમ અને ભક્તિ હતી અને આરા ધના કરતા જે ભાવ અને ઉલ્લાસ હતું અને મનની જે સ્થિરતા હતી તેમાંનું આપણુમાં કંઈ નથી. હવે એ વસ્તુઓ આપણામાં કેટલા અંશે છે એને જે વિચાર કરશે તે આપ આપ જણાઈ જશે કે આપણામાં કેટલી ખામી છે. એ ખામીએને દૂર કરવામાં આવે તે ધર્મ અને નવકાર વિગેરે ફળ્યા વગર રહે નહિ. આ વિષય વિસ્તારથી આગળ ઉપર આવવાને છે એટલે અત્યારે આપણે એ વિષયમાં વધુ ઉતરતા નથી. ધ્રુવ પ્રહાદ પારભયે - એક શેઠ દુકાનમાં જ્યારે ગ્રાહક ન હોય ત્યારે ખાસી માટી રૂદ્રાક્ષની માળા લઈને “ધ્રુવ પ્રહાદ પારભયે, ધ્રુવ પ્રદુહાઇ પારભ” ને જાપ જપતા હતા અને ગ્રાહક આવે ત્યારે