________________
વ્યાખ્યાન ખાણ્યુ
લખેલી પ્રતા અમુક જ સ્થળે મળતી એટલે એ ગ્રન્થનુ' પુનઃ પુનઃ રટન કરી તેને હસ્તગત કરી લેવામાં આવતા હતા. તેથી સરકારી પડતા હતા, ગુરુગમની જરૂર પડતી હતી, સ્વાધ્યાય થતા હતા અને તે દ્વારા જોરદાર કમની નિર્જરા થતી હતી. એ બધું છાપાના પુસ્તકો સુલભ થવાના કારણે અટકી પડયું..
હુસ્તલિખિત પુસ્તકો પહેલા કાશ્મીરી કાગળા પર લખાવવામાં આવતા હતા એ કાગળેા મજપુત અને ટકાઉ હાવાના કારણે હંજાર-હજાર વર્ષ સુધી તે સારી રીતે ટકતા હતા, કારણ કે સાધુ મહાત્માને જ્ઞાનની કિંમત હાય છે એટલે તે તેને સુરક્ષિત રાખતા હતા.
तैलास रक्षेत् जलात् रक्षेत्,
रक्षेत शिथिल बंधनात् .
એટલે હસ્ત લિખિત પ્રતાને તેલના ડાઘ ન પડી જાય, પાણી ન લાગી જાય, ભેજ ન લાગે, ઉધઈ અને કસારી ન પડે તે માટે સુંદર પટીએમાં મૂકી, કપડાના ખ'ધનથી મજ ભુત બાંધવામાં આવતા હતા અને તેને લાકડાના સુંદર ડખ્ખાઆમાં મૂકી કખાટામાં મૂકવાથી તેને જરાય હરકત નહતી આવતી. વર્ષ –એ વર્ષે ખાટા ખેાલી, ડખ્ખામાંથી કાઢી અને હવા અને તડકા ખવડાવવામાં આવતા જેથી એ હસ્ત લિખિત પ્રતા સુરક્ષિત રહેતી હતી. કખાટામાં જીવડા ન પડે તે માટે વજ્ર વિગેરેની પેટલીએ મૂકવામાં આવતી હતી. માર પીંછી દ્વારા પૂ`જી પ્રમાઈને ખૂબ બહુમાન પૂર્ણાંક તેને કબાટામાં રાખવામાં આવતી હતી.