________________
ધમ તવ પ્રકાશ
અને આ બગીચે જ્યાં જાઉં ત્યાં મારા મસ્તક ઉપર જ રહે છે. પવે મેં કરેલા સુકૃતનું વર્ણન આપ કૃપા કરી મને સંભળાવે. પટરાણી આરામશોભાના પ્રશ્નના જવાબમાં, જ્ઞાની ગુરુ ભગવંતે તેના પૂર્વ જન્મની હકીકત જણાવતાં કહ્યું કે
પૂર્વ ભવમાં તું એક શેઠને ત્યાં જન્મી હતી, પણ તું ખૂબ અળખામણી હતી તેથી શેઠે એક ગરીબ અને દુઃખી માણસ સાથે તારા લગ્ન કર્યા, જે પિતાનું પેટ ભરવા પણ અસમર્થ હતે એ એ તારે પતિ તને એક મંદિરમાં સૂતી મૂકીને ચાલે ગયે. સવારના જાગૃત થતાં, તે તારા પતિને દીઠા નહિ તેથી તું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, છેવટે હિંમત રાખી તું નજીકના નગરમાં ગઈ.
નગરમાં ફરતા ફરતા એક વૃદ્ધ ધનવાન, સુખી સમૃદ્ધ ધર્માત્મા માણેકચંદ શેઠ પિતાની દુકાન ઉપર બેઠેલા હતા તેમને તને ભેટો થયો, તે રડતા રડતા શેઠને પિતાની હકીકત કહી સંભળાવી, એ સાંભળીને શેઠને દયા આવી, જેથી મને શેઠે પિતાને ત્યાં નોકરીએ રાખી. તું બહુ ચતુર હતી, તેથી તે ઘરનું તમામ કામ સંભાળી લીધું.
શ્રાવકને ત્યાં રહેવાથી તારી ભાવના પણ ધર્મમાં દઢ બની, રોજ દેરાસર જવા લાગી, પૂજા કરવા લાગી અને સાધુ સાધ્વીજીની સુપાત્ર દાન દ્વારા ખૂબ ભક્તિ કરવા લાગી. સાકીના સમાગમમાં આવવાથી ધર્મના મર્મને સમજવા લાગી અને ધર્મને રૂચિવાળી તું ભાવશ્રાવિકા બની. નેકરીમાં જે કઈ મળતું હતું તેને તું બચાવી પ્રભુ ભક્તિમાં, તેમજ