________________
વ્યાખ્યાન બારણું
૧૦૮
~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આરંભ સમારંભથી આત્મા બચી જાય છે. સંઘની રજથી આપણું મસ્તક પવિત્ર બને છે.
આ બધા ઠાઠમાઠ જોઈ હૈયું હર્ષથી નાચી ઉઠે છે. આ અંતરના આનંદમાં ચીકણ અને નિબિડ કર્મોની ખૂબ જ નિર્જરા થાય છે. કેઈ તપ કરે, કેઈ ભક્તિ કરે, કઈ ધ્યાન કરે, કઈ જપ કરે, કઈ સ્વાધ્યાય કરે, કેઈ તનથી, કેઈ મનથી અને કોઈ ધનથી લાભ લે કારણ કે તરવાના અસંખ્ય
ગો છે. એક પણ યોગમાં આત્મા તલ્લીન બની જાય તો બેડો પાર થઈ જાય સ ગીતના સૂરોની રેલમછેલ થાય છે, ભવ્ય ભાવનાએ બેસે, લલનાઓ ગરબે ઘૂમી રાસની રમઝટ જમાવે, દાંડીયા ખેલે, નાચ ગાન કરે, જીન ગુણના અને ગુરુ ગુણના ગીતોથી ગગન ગુંજી ઉઠે, પ્રભુજીને અવનવી અંગરચનાઓ રચાવાય. ભવ્યાત્માઓ પ્રભુ દર્શન કરી નિજને ધન્ય માને, કૃષ્ણપક્ષી આત્માઓ શુકલપક્ષી બની જાય, શુકલપક્ષી આત્માઓ થોડા ભવેની અંદર જ મુક્તિ ગમન કરનારા બની જાય, “ભાવના ભવ નાશિની” “ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન.”
આ ઉક્તિઓ ચરિતાર્થ થાય. આમાં કેટલો લાભ સમાચેલે છે તેનું માપ જ્ઞાનીએજ કાઢી શકે. જ્યાં આપણે અહ૫ બુદ્ધિ અને કયાં જ્ઞાનીનું જ્ઞાન. જ્યારે આત્માની પરિણતિ બદલાય એ કહી શકાય નહિ. આવા શુભ અને સુંદર નિમિત્તો દ્વારા પાપી, અધમ અને હત્યારા આત્માઓ પણ ઘડીમાં કામ કાઢી જાય. કાળા માથાનો માનવી શું ન કરી શકે,