________________
૧૩૮
ધર્મ તત્વ પ્રકાશ છરી પાળતા સંઘમાં ગામ ગામના જિનમંદિરના દર્શન થાય છે, ગામ ગામના સાધમભાઈઓના દર્શન અને એમની ભક્તિ કરવાને સુઅવસર સાંપડે છે. ભાગ્યે જ આ યોગ મળતાં ભાવુકેના હૈયા હર્ષથી હિલેળે ચઢે છે. સાતે ક્ષેત્રની પુષ્ટિ થાય છે, સાધુ-સાધ્વીજી મહારાજની સેવા-ભક્તિનો લાભ મળે છે. જે ગામમાં સંઘ જાય ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે, ત્યાં કયું ક્ષેત્ર સદાય છે, એ જાણુંને સંઘ દ્વારા એ ખેટ અને ઉણપ દૂર કરવામાં આવે છે. જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, પાંજરાપોળ આદિ જે જે ખાતામાં જરૂર હોય તે માટે ટીપ કરવામાં આવે છે. આ રીતે સાતે ક્ષેત્રની પુષ્ટિ થાય છે. પરસ્પરના સાધમ ભાઈઓની ભક્તિ કરવાની ઉમદા તક મળે છે. વાજતે-ગાજતે સંઘની પધરામણું થાય એટલે નગરની જનતા ટેળે વળીને એની શોભાને નિહાળવા કીડીયારાની જેમ ઉભરાય છે.
સંઘની અને સંઘપતિની અનુમોદનાના ઉદ્દગારો સહેજે હૃદયમાંથી સરી પડે છે. ધન્ય સંઘપતિ, ધન્ય સંઘાળુઓ, ધન્ય સંઘ. સંઘના દર્શન કરી આત્મા નિજના પાપને પખાળે છે. ગુરુ મહારાજની વાણી શ્રવણ કરવાને ત્યાંની જનતાને લાભ મળે છે. સંઘમાં આવનારા ભાવિકની ભાવના અહર્નિશ ધમ ધ્યાનમાં જ તત્પર રહે છે. સવારથી સાંજ સુધી અને સાંજથી બીજી સવાર સુધી આત્મા ધર્મની ભાવનામાં ઓતપ્રત રહે છે. સવારના ઉઠતાં પ્રતિકમણ, નવકારશી, પિરિસી, એકાસણાદિ પચ્ચકખાણુ, ગુરુ વંદન, દેવ દર્શન, પ્રભુ પૂજન, વ્યાખ્યાન શ્રવણ, સામાયા, સાંજનું પ્રતિક્રમણ વગેરે તેમજ