________________
ધર્મ તત્વ પ્રકાશ
સમયની પ્રતીક્ષા કરે, એક વખત રાત્રે રાજા શી હકીકત છે તે જાણવા ગુપ્ત રીતે સંતાઈ ગયે. * રાત્રે આરામ શભા પુત્રને રમાડવા માટે રાજમહેલમાં આવી એટલે રાજાએ આરામ શેભાને જોઈ લીધી અને તરત જ તેણીનો હાથ પકડ. અરે! આટલા દિવસ તું ક્યાં હતી? અને આ બધી શી રામાયણ છે? આ શય્યામાં છે તે કોણ છે? અને તું કયાં સંતાઈ રહી છે અને એમ કરવાનું કારણ શું? પૂરી વિગત જાણવા રાજાએ આરામ શેભાને અનેક પ્રશ્નો કર્યા ત્યારે આરામ શોભાએ કહ્યું સ્વામીનાથ! આજે મોડું થઈ ગયું છે. આવતી કાલે હું આપને વિગતવાર બધી હકીક્તથી વાકેફ કરીશ, રાજાએ આ વાતને ઈન્કાર કર્યો અને આજે અને અત્યારે જ જણાવવા આગ્રહ કર્યો. ત્યારે આરામ શોભાએ કહ્યું--
મહારાજ! વિલંબ થશે તે પરિણામ વિપરીત આવશે. માટે આગ્રહ ન કરે, પણ રાજાએ ન જ માન્યું, ત્યારે તેણીએ અથથી ઇતિ સુધી બધી વાત કહી સંભળાવી ત્યાં તે સવાર પડી ગઈ અને સવાર પડતાં જ વેણીમાંથી મરેલે સાપ એક દમ નીચે પડ. આ જોતાં જ આરામ શેભાના હેશકશ ઉડી ગયા.હવે શું થાય.જે થવાનું હતું તે થઈ ગયું ભવિતવ્યતા.રાણીને મૂચ્છી આવી, દાસ, દાસીને પરિવાર ભેગે થયે, ચંદનના છાંટણા છાંટયા ત્યારે તે કંઈક હોંશમાં આવી–રાજાને હવે સાચી હકીકતની જાણ થઈ અને જાણ થતાં જ એની ઓરમાન માતા ઉપર રોષની લાગણી ભભૂકી ઉઠી અને કેધના આવેશમાં નકલી આરામદેભાને દેરડાથી સેવકો દ્વારા બંધાવી અને ચાબૂકથી માર મારવાને હુકમ કર્યો. તે વખતે આરા