________________
૧૩૪
ધર્મ તત્વ પ્રકાશ
કાળમાં પણ ધર્મનું મહત્વ અને સ્થાન સર્વોપરિ હતું. વર્ત. માન કાળમાં પણ તેનાં મૂલ્યાંકન થઈ શકે તેમ નથી અને ભવિષ્યમાં પણ તેનું સ્થાન મહત્વનું જ રહેવાનું છે. આ
ધર્મથી જ આત્મા સાચા સુખને પ્રાપ્ત કરી શકે છે, ધર્મ વડે જ આત્મા પિતાના દબાયેલા ખજાનાને પ્રગટ કરી શકે છે, ધર્મથી જ સાચી શાંતિ અને આબાદી પ્રાપ્ત થાય છે અને ધર્મ જ રોગ, શોક, દુઃખ અને દારિદ્રય દૂર કરી શકે છે. ધર્મની શક્તિ અજોડ છે. ધર્મનો પ્રભાવ અને છે. ઘઉંને મહિમા અપૂર્વ છે, ધર્મનું સ્થાન જગતમાં ઉંચામાં ઉંચું છે, જગતમાં જે કંઈ સારી વસ્તુ આત્માને મળે છે તેનું મુખ્ય અને મૂળ કારણ ધર્મ છે. આપણે ઝાડની સુંદરતાને જોઈને ખૂશી થઈએ છીએ, તેની છાયામાં વિશ્રામ લઈએ છીએ, તેના મીઠા મધુરા ફળને આસ્વાદ કરી આનંદ અનુભવીએ છીએ અને તેના પાંદડાના તેરણ બનાવીએ છીએ પણ આ બધાનું મૂળ કારણ કેણી ઝાડ પાન ફળ અને ફૂલનું મૂળ કારણ એનું મૂળ છે. જે મૂળ ન હોય તે ઝાડ, પાન, ફળ અને ફૂલનું પણ અસ્તિત્વ હેત નહિ. “મૂર્વ વિના યુવા શાણા”. . જેવી રીતે ઝાડપાન અને ફી કુલનું કારણ એનું મૂળ છે, તેવી રીતે દુનિયાની તમામ સુખ સાહ્યબીનું કારણ ધર્મ છે.
માટે જ ઉપદેશ રત્નાકરમાં સહસ્ત્રાવધાની સૂરિપુંગવ શ્રી મુનિ સુંદરસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે.. धर्म सिद्धे ध्रुवासिद्धिः शुम्नप्रद्युम्नयोरपि ।
दुग्धोपलम्मे सुलभा, संपत्तिर्दधिसपिषोः ॥