________________
૧૨
ધમ તત્વ પ્રકાશ ઘણી સુખી અને સમૃદ્ધ થઈ અને છત્ર ચઢાવવાથી દેવી બગીચો અને દેવી સહાયની તને પ્રાપ્તિ થઈ અને અહીં પણ ધર્મની આરાધના કરી તે સદગતિ પામીશ અને ધીરે ધીરે મુક્તિમાં સીધાવીશ. - જ્ઞાની ગુરુભગવંતના મુખ કમળથી પૂર્વભવની સઘળી ય બીના સાંભળતાં ધમની ભાવના દઢ બને છે અને અંતે મહારાજા પિતાના યુવરાજને રાજાભિષેક કરી રાજા-રાણી બને જણાદીક્ષા અંગીકાર કરી સુંદર આરાધના કરીને સ્વર્ગે સીધાવે છે. ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ મેળવી ચારિત્ર અગીકાર કરી ઘાતિ-અઘાતિ કર્મને વિનાશ કરી અંતે મુક્તિ પામશે. અહીંઆ આરામશોભાની કથા પૂર્ણ થાય છે. '
આ કથા ધર્મની થોડી પણ કરેલી આરાધના આત્માને કેવું મહાન ફળ આપે છે એ વાતને સમજાવી આપણને અનેરી પ્રેરણા આપે છે. આ રીતે ધર્મની આરાધના કરનાર આત્માઓનું અવસરે અવસરે રક્ષણ થાય છે. તેના દુઃખ દારિય દૂર થાય છે સુખ સમૃદ્ધિ મળે છે અને અને તે આત્મા મુક્ત બને છે. શુદ્ધ બને છે અને શાશ્વત સુખના ધામે બિરાજમાન થાય છે.
આ પ્રમાણે અગ્યાર વ્યાખ્યામાં ધર્મનું સ્વરુપ, સમ્યફત્વનું સ્વરુપ વગેરે વિષયો સમજાવી “ધર્મો મંગલ” ની ગાથાના ચાર વિષય પૈકી એક વિષયને સમજાવ્યું, હવે આજ ગાથા ઉપર “ધર્મનું મહત્વ” એ બીજો વિષય હવે પછીના વ્યાખ્યાનમાં સમજાવવામાં આવશે.