________________
૩:૩૩૩૩૩૩૩==
વ્યાખ્યાન બારમું છે કે
કa૩૩૩૩૩૩=== ધર્મનું મહત્વ
ધર્મો મંગલ મુકિકડું” એ ગાથા ઉપર ધર્મનું સ્વરૂપ, ધર્મનું મહત્વ, ધર્મ કેને ફળે અને આજે ધમ કેમ ફળતા નથી, આ ચાર વિષય ઉપર આપણે વ્યાખ્યાન માળા શરુ કરી છે, તેમાં અગ્યાર વ્યાખ્યામાં ધર્મનું સ્વરૂપ એ પ્રથમ વિષય ટૂંકમાં પણ વિશદ રીતે ચચીં તેને સુંદર અને સ્પષ્ટ
ખ્યાલ આપવામાં આવ્યું છે. - હવે “ધર્મનું મહત્વ” એ વિષય આજથી આપણે શરૂ કરીએ છીએ. ધર્મની મહત્તા, ધર્મનું મૂલ્ય અને જગતમાં ધર્મને કે અજોડ અને અપૂર્વ દરજજે છે એ વાત આપણા સમજમાં આવી જાય તે આપણી દષ્ટિ ખૂલી જાય. આજે આપણે સંસારની સામાન્ય વસ્તુને ઘણું મહત્વ આપીએ છીએ અને ધમને સાવ ગૌણ સમજીએ છીએ, પણ ધર્મ એ જગ તમાં સર્વોપરિ છે, ધર્મનું સ્થાન સૌથી મોખરે છે, તેની કિંમત આંકી અંકાય તેમ નથી, તેનું મહત્વ અને તેને દરજજો અજોડ, અસાધારણ અને અનુપમ છે, ધર્મ એ જગતની તમામ સુખ, સાહ્યબી અને સમૃદ્ધિ આપે છે, દુર્ગતિથી પડતા બચાવે છે, સગતિમાં લઈ જાય છે અને અંતે મુક્તિ જેવા સર્વોચ્ચ સુખના સ્થાને હમેશન માટે આત્માને સ્થાપન કરે છે. ભૂત
અને ધર્મને
ધર્મનું
મહત્વ અને