________________
૧૨
ધર્મ તત્વ પ્રકાશ
mannanna
મુખથી નંદ મણિયારના જીવ દેડકાએ આ શબ્દ સાંભળ્યા. અને એની ખૂશીને પાર ન રહ્યો, અને વિચારે છે કે, ધન્ય ઘડી ધન્ય દિવસ કે આજે અહીં પ્રભુજી પધાર્યા, હું પણ તેમના દર્શન કરી મારા આત્માનો ઉદ્ધાર કરું! તેમને જઈને વંદના કરી તેમની દેશના શ્રવણ કરું! અને મારું જીવન સફળ કરું ! આ પ્રમાણે વિચાર કરી એ દેડકે ત્યાંથી પ્રભુ દર્શનાર્થે રવાના થાય છે, તેની તીવ્ર ભાવના અને તીવ્ર ઉત્કંઠા છે કે જલદી પ્રભુના દર્શન થાય, એટલે તે ઠેકડા મારતે દેડ-દેડ માર્ગ કાપી રહ્યા છે. રાજમાર્ગથી તે પસાર થાય છે, દિલમાં પ્રભુ દર્શનની તીવ્ર ઉત્કંઠા છે.
આ તરફ મહારાજા શ્રેણિક વિશાળ પરિવાર સાથે હાથી, ઘેડા, રથ અને પાયદળ આદિ ચતુરંગી સેના સાથે ઠાઠમાઠથી પ્રભુના દર્શને જઈ રહ્યા છે, પેલે દેડકો પણ આવી રહ્યો હતે, માર્ગમાં જ શ્રેણિક મહારાજાના ઘેડાના પગ નીચે એ દેડકું આવી ગયું. એ ચગદાઈ ગયું હતું. ધીરે ધીરે તે એક બાજુ ખસી ગયું. એને થયું કે મારા પ્રાણ નીકળવાની તૈયારીમાં છે એટલે એણે અંતિમ આરાધના કરવા માંડી, નમ્રવદને ભગવાનને ભાવથી વદન કરે છે અને નમુત્થણુંના પ ઠથી ભાગવાનની સ્તુતિ કરે છે, અને ભગવાનનું ધ્યાન કરી બધી વસ્તુનો ત્યાગ કરે છે, ચારે આહારના પચ્ચખાણ લે છે, સર્વ વિરતિને પાઠ ઉચ્ચરે છે, છેલ્લા પાસે પણ તે શરીરને વોસિરાવી દે છે,
આ રીતે આરાધના અને અનશન કરીને તે દેડકે ત્યાંથી મૃત્યુ પામી પહેલા સૌધર્મ દેવલોકમાં દ્રાવત સક નામના