________________
પાખ્યાન દશમું
અને ઉત્કટ પરીષહ સહન કર્યા હતા, તપ-ત્યાગની આરાધના કરી હતી, તે સામાન્ય માનવીઓ માટે તે તપ અને ત્યાગ કેટકેટલે ઉપયોગી છે એ સહેજે સમજી શકાય તેવી વાત છે.
પૂજાની ઢાળમાં પણ મહાપુરુષ વર્ણન કરે છે કેખાવત પીવત મોક્ષ જે માને, તે સરદાર બહુ જટમાં
તપ કરીએ સમતા રાખી ઘટમાં. મતલબ-ખાતા-પીતા અને મોટરોમાં હાલતા જે આત્માઓ મક્ષને માને છે તે ખરેખર ગમારોના સરદારની ગણત્રીમાં આવે છે. મતલબ મૂર્ખ શિરામણી કહેવાય છે. હરેક તીર્થકરે સંસારને ત્યાગ કરે છે, ચારિત્ર અંગીકાર કરે છે અને ઉત્કટ તપશ્ચર્યાએ આદરે છે. આ વાત જૈનશાસનમાં પ્રસિદ્ધ હેવા છતાં આજે પિતાની જાતને જ્ઞાની કહેવડાવનારા અભિમાન અને ઘમંડમાં ઉન્મત્ત બની જેનશાસને ફરમાવેલા તપ અને ત્યાગનું ખંડન કરે છે, સિદ્ધાંતથી વિરુદ્ધ બોલે છે, તેઓ ખરેખર મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાઈ રહ્યા છે. એવા મિથ્યાદષ્ટિ શાસ્ત્ર સિદ્ધાંત વિરુદ્ધ બકવાદ કરનારા ગમે તેવા વક્તા હોય, ગમે તેવા વિદ્વાન હેય તેય તેમની વાણી સાંભળવામાં મહા પાપ છે. એને પડછાયો લેવામાં ય પણ શાસ્ત્રકારે મહા પાપ કહે છે, સમકિતદષ્ટિ આત્માએ કયારે પણ એવા ઉસૂત્ર પ્રરૂપકોની સેબતમાં આવતા નથી. આવવા ઈચ્છતા નથી.
તે માટે શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે