________________
" ૧૧૬
ધર્મ તવ પ્રકાશ
બધા જમે નિરર્થક ગયા, આવા સુંદર વિચારો ઘડી ઘડી આવતા આસક્તિ ઓછી થાય છે, મહ મળે પડે છે, રાગ અને દ્વેષ ગળવા માંડે છે, કષા મંદ પડે છે, અને અભિમાન ઓગળી જાય છે. પરિણામે આત્મા ને સ્વ સ્વરૂપનું ભાન થાય છે, પરભાવમાંથી પાછા હઠી નિજમાં રમણ કરે છે. હું કોણ છું? મારુ સ્વરુપ શું? મારું કોણ અને પરાયું કોણ? એનું એને ભાન થાય છે અને ભૂતકાળમાં કરેલી ભૂલને પશ્ચાત્તાપ થાય છે, સ્વ અને પરને ન પીછાણવાથી આજ સુધી દેવ-ગુરુ અને ધર્મની આરાધનામાં મેં આળસને પ્રમાદ કર્યો, નકલી સુખમાં અને નકલી સાધનામાં જનમ જનમઅરે અનંત જનમ મારા એળે ગયા. માટે હે આત્મા! હવે તુ પર વરતુના રાગને ત્યજી દે કારણ કે તે વસ્તુઓ એ વાસ્તવમાં તારી નથી, તારા આત્માન માટે ઉપયોગી નથી, તારુ હિત કરનારી નથી પણ અંતે એ તને દશે આપનારી છે. એકાંતે એ બધી વસ્તુઓ તને હાનિકર્તા છે, માટે આ બધી પદ્દગલિક વસ્તુના રાગને ત્યાગ કરી, તારા આત્માના બાગને ગુણરૂપી પુષ્પોથી શણગાર, દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના કર, આરાધના કરી અને એમાંજ તલ્લીન બન. આ જગતમાં તારુ જે કઈ હિત કરનાર હોય તે તે વિતરાગ પરમાત્મા, ત્યાગી સદગુરુઓ અને વીતરાગ કથિત ધર્મ છે. એટલે વાસ્તવમાં તારુ કોણ છે? એ લખી રાખ–ોંધી રાખ ! દેવ-ગુરુ અને ધમ સિવાય આ જગતમાં બીજું કઈ તારૂં નથી.
આજ સુધી તે અવળે પરિશ્રમ કર્યો અને ઉલટ પુરુષાર્થ કર્યો, એક વ્યક્તિને જવું હતું પૂર્વમાં અને એણે ચાલવા
ત્યાગ કા હિત કરતા તેમજ તલ્લીન