________________
વ્યાખ્યાન અગ્યારમું
૧૨૧
દૂર થઈ જશે, લક્ષમી હશે તે અનર્થ આવતા હશે તેય અટકી જશે, માટે તરત જ તેણે જવાબ વાળે “ભલે પડ” અને તરત જ સેનાનું પુતળું આકાશમાંથી નીચે પડ્યું. ધબ કરતે જોરદાર અવાજ થયે, જેથી સૂતેલા ત્રણ જણ જાગી ઉઠયા અને બધાએ પુતળું જોયું. સૌ પુતળુ લેવા ઉતાવળા થયા, ચોથે કહે ખબરદાર! મારા કહેવાથી પુતળું પડ્યું છે. આમાં તમારે લેશ પણ હક નથી. દૂર હટે. પેલાએ કહ્યું. જા જા ! અમારો પણ હક છે. સૌએ મ્યાનમાંથી તરવારે બહાર કાઢી અને એક કહે હું લઈશ, બીજે કહે હું લઈશ એમ ચારે જણ પર
સ્પર લડવા લાગ્યા. જોરદાર આવેશ હતા. એક બીજાની તર. વારથી ચારે જણ ત્યાંને ત્યાં કપાઈ મુઆ. સેનાનું પુતળું ત્યાંને ત્યાં જ પડી રહ્યું. કેઈના હાથમાં ન આવ્યું. આ રીતે ધન એ અનર્થનું મૂળ છે, પાપનું મૂળ છે, અને ઝગડાનું મૂળ છે. એની ખાતર અંદગીને યાહોમ કરી નાખવી એ શાણા માણસનું કર્તવ્ય નથી. માટે સમયને ઓળખી તકને પીછાણ અને માનવ જીવનમાં ધર્મની આરાધના કરી જીવન સફળ કરવા તત્પર રહેવું.
जा जा वच्चई रयणी न सा पडिनियत्तइ । जहम्मं कुणमाणस्स अफलाजति गईओ ॥
ઉ૦ સૂર જે રાત અને દિવસ ગયા તે પાછા આવવાના નથી, અધર્મનું સેવનમાં અને પાપસ્થાનકના સેવનમાં જે રાત્રિ દિવસ પસાર થયા તે નિષ્ફળ જાણવા, ગએલી એ રાત્રઓ પાછી આવવાની નથી.