________________
૧૨૪
ધર્મ તત્વ પ્રકાશ ડવાની તેની ઈચ્છા અને પ્રયત્ન હતા છતાં આજ સુધી તેણીની એ ધારણ સફળ નહેતી નીવડી આજે મનની મુરાદ પૂરી થતાં તેનું અંતર આનંદથી ડેલી ઉઠયું. આરામ શેભા કુવામાં પડી પણ તેના ભાગ્ય કંઈ કુવામાં પડયા હતા, જેનું ભાગ્ય તેજ છે તેનો વાળ વાંકે કરનાર કેણ છે? ભવિતવ્યતાના યેગે અને પ્રબળ ભાગ્યોદયના કારણે પડતાં પડતાં તેણીએ નાગદેવનું સ્મરણ કર્યું જેથી તત્કાળ નાગદેવ હાજર થયા અને તેમણે આરામ શેભાને કુવામાં પડતાં ઝીલી લીધી. આરામ શેભાને કંઈ જ વાંધો ન આવ્યું. નાગરાજે આરામ શેભાને કુવામાં રહેલું એક ગુપ્ત ભેંયરું બતાવ્યું અને તેણીને કશી જ અગવડ ન પડે તે માટે સંપૂર્ણ સગવડ કરી અને નાગરાજે કહ્યું, આરામ શેભા! થોડા દિવસ તારે અહીંઆ રહેવું પડશે, અહીં હું તને જરા ય તકલીફ નહિ પડવા દઉં! બધી જાતની સગવડ તને હું પુરી પાડીશ. માટે તે નિશ્ચિત રહેજે,
આ તરફ આરામ શેભાની ઓરમાન માતાએ પિતાની સગી પુત્રીને આજ સુધી ગુપ્ત રાખી હતી. તેણીએ આજે તેને ભોંયરામાંથી બહાર કાઢી. હેવરાવી, ધોવરાવી પૂરી સમજણ આપી અને પૂરા પાઠ ભણાવી જ્યાં આરામ શેભાની શય્યા હતી ત્યાં સુવડાવી દીધી. નાટક જોવા ગયેલ પરિવાર નાટક નિહાળી પાછો ફર્યો અને એમણે શય્યા તરફ નજર કરી ત્યાં સૌને ભારે નવાઈ લાગી કે આ શું? આરામ શોભાનું આવું ગજબ પરિવર્તન શી રીતે થયું, એના રૂપનું અજબ પરિવર્તન નિહાળી સૌ હેબતાઈ ગયા અને સૌ વિચારમાં પડી ગયા. થોડીવાર નીરવ શાંતિ છવાઈ ગઈ, વાત કંઈ સમજમાં આવી