________________
વ્યાખ્યાન અગ્યારમું
૧૧૭ માંડયું પશ્ચિમમાં, એ વ્યક્તિ ક્યારે પણ પૂર્વ દિશામાં નહીં પહોંચી શકે. તેવી જ રીતે તારા આત્મા સિવાયની અન્ય વસ્તુ
ને તે તારી માની અને ઘડી ઘડી રટના પણ એની જ કરી. એની પાછળ જનમ જનમમાં પ્રાણ પાથર્યા છતાં એ તારી ન થઈ તે ન થઈ, કારણ એ તારી હતી જ નહિં, તું ભ્રમમાં પડ હતે, મારુ ઘર, મારો પુત્ર, મારા મા-બાપ, મારી પત્ની અને મારુ ધન-આમ મારા મારાની ઘટના કરી તે અનંતકાળ ગુમાવ્યા, ખરેખર આજ સુધી તે બાળકની માફક અજ્ઞાન ચેષ્ટા કરી, હવે સમજ, સમજ, જાગ! જાગ! શાણે થા! મૂર્ખ ન બન ! અનાદિ કાળની તારી ભૂલ સુધાર અને તારનાર વસ્તુની પાછળ પડ! દેવ ગુરુ અને ધર્મ એ જ મારા છે, એજ તારણહાર અને આધાર છે. આ પ્રમાણે પુનઃ પુનઃ તેને જાપ કર, તેની રટના કર અને તેને સમર્પિત બની તન મન અને ધન અરે તારું સર્વસ્વ દેવગુરુ અને ધર્મને સમપણ કર અને એજ મારા આધાર. એજ મારા માલીક અને એજ મારા સ્વામીનાથ છે આ પ્રમાણે દઢ નિશ્ચય કર જેથી તારુ સમ્યકતવ દઢ થશે, નિર્મળ થશે, તારો વિકાસ થશે અને તારા અંતરમાં અને પ્રકાશ થશે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતાં આ આત્માને આજ સુધી સુદેવ, સુગુરુ અને સુધમની પ્રાપ્તિ થઈ નહોતી, આ જન્મમાં આ કિંમતી વસ્તુઓ તને મળી છે. તારા અહે ભાગ્ય સમજ! માટે તું ખૂશ થા. રાજી થા અને નાચવા માંડ. - ઘરમાં અચાનક નિધાન નીકળતાં આત્મા કે નાચી ઉઠે છે તેમ તને આ અપૂર્વ નિધાન મળ્યું છે, પેલું નિધાન તે