________________
૧૧૮
ધર્મ તત્વ પ્રકાશ
ક્ષણિક છે, આ જીવન પૂરતું છે ત્યારે આ ધર્મરૂપ મહાન નિધાન તે જન્મોજન્મ તારી સાથે ચાલનારું અને અંતે તને ભવ સાગર પાર કરનારું છે.
ખરેખર તું બડભાગી છે. દેને પણ ઈર્ષ્યા આવે એવી સભર ને સુંદર સામગ્રી તને મળી છે. શ્રી જીનેશ્વર દેવ મળવા દુર્લભ, સાચી શ્રદ્ધા થવી દુર્લભ, જૈન શાસન જેવું મહાશાસન મળવું દુર્લભ, નવકાર મંત્ર જે આ પૂર્વ મંત્ર મળે દુર્લભ, કેટકેટલી દુર્લભ સામગ્રીને સુગ મળે, ભૂખ્યાને જેમ ઘેબર મળતાં અને નવેઢાને જેમ પ્રિયતમને પ્રિય સમાગમ થતાં જે આનંદ આવે તેથી પણ અધિક આનંદ માન આ નિગદીયા જીવનને આવા બેનમુન રત્ન મળવા એ કંઈ જેવા તેવા પુણ્યની નિશાની નથી, માટે હે જીવ! સાચી કમાણી કર! કમાવવાને આ અવસર છે, સુંદર તક મળી છે, પુનઃ પુનઃ આવી અમૂલી તક પ્રાપ્ત નહિ થાય. પ્રમાદને પરિહાર કર, આળસ મરડીને ઉભે થા, સત્કૃત્ય કરવા સજજ થા, કામે લાગ, એમાં બળ અને વીર્ય ફોરવ. વિદનોની સામે ઝઝુમ, અંતે વિજય તારો છે.
જર જમીન અને જેરૂ” મેહ ત્યજી પરમાત્માને ભજી શીલ શણગાર સજી તારા આત્માને શુદ્ધ અને નિર્મળ બનાવ. આરાધનામાં ખામી કે ઉણપ આવવા દઈશ નહિ, વિરાધનાથી સે ગાઉ દૂર રહેજે. સમકિત દષ્ટિ આત્મા વિરાધનાને ઝેર સમજી એનાથી અળગે રહેવા માગે, મારા આરાધના રૂપ અમૃતમાં જે વિરાધનારૂપ વિષની કણ પણ ભૂલેચૂકે પડી જશે તે મારું અમૃત વિષમાં પરિણમશે. એ કે ગાંડે હોય કે વર્ષોથી ધમની આરાધના કરી પુણ્યની મૂડી ભેગી કરી અને