________________
• હયાખ્યાન દસમું
દુખને નાશ કરનાર, ખૂબ ખૂબ સુખ સમૃદ્ધિને અર્પનાર, જન્મ અને મરણની પરંપરાને કાયમ માટે નાશ કરનાર જે કેઈ હેય તે તે એક જ છે અને તે ધર્મ જ છે. ધર્મ સિવાય દુનિયાના કોઈ પણ પાર્થિવ પદાર્થો યા ચેતન અચેતન પદા
માંથી કઈ પણ આપણને બચાવનાર નથી. એ હકીકત છે. આજ વાતને શાસ્ત્રકાર પરમર્ષિ દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં યાદ કરે છે અને એના મહિમાનું વર્ણન કરે છે. અને ભવ્યાત્માઓને પ્રતિબંધ કરે છે કે હે મહાનુભા! તમે આવા ઉત્તમ ધમને, ધર્મના સ્વરૂપને, તેના મહિમાને અને તેના પરિણામ એટલે ફળને જે સમજી લે અને સમઅને તમારા જીવનમાં તાણાવાણાની જેમ વણી લે, જીવનમાં ઉતારી લે તે તમારો બેડો પાર છે.
'ગયા વ્યાખ્યાનમાં આપણે ધર્મના સ્વરૂપને સમજાવી ગયા છીએ. અહીંઆ શાસ્ત્રકાર ધર્મના સ્વરુપને બીજી રીતે સમજાવે છે અને તેઓ કથન કરે છે કે ધર્મના બે પ્રકાર છે. એક શ્રત અને બીજે ચારિત્ર ધર્મ,
શ્રતધર્મ કહેવાથી સમ્યજ્ઞાન આવી જાય છે, અને સમ્યગ્ગાનના કથનથી સમ્યગ્દર્શન પણ આવી જાય છે. કેમકે સમ્યજ્ઞાન હોય એટલે સમ્યગ્દર્શન પણ હોય જ. કારણ કે સમ્યકત્વ વગર સમ્યજ્ઞાન હેતું નથી, પરંતુ અહીંઆ શાસ્ત્રકારભગવાન ચારિત્ર ધર્મ બતાવે છે, અનુષ્ઠાનરૂપ ચારિત્ર ધર્મને ઉપદેશ આપે છે.
ધમો મંગલની ગાથાના બીજા પદમાં અહિંસા, સંયમ